કેનેડામાં ભારતીયો પર સતત હત્પમલા થઈ રહ્યા છે. ત્રણ ભારતીય વિધાર્થીઓની હત્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બીજી તરફ કેનેડાની સરકાર પણ ભારતીય વિધાર્થીઓને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહી નથી. કેનેડામાં ભણતા ભારતીય વિધાર્થીઓને હવે નવું ટેન્શન છે. રિપોર્ટ અનુસાર તેમની પાસેથી વિવિધ પ્રકારના દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. ઈમેલ દ્રારા વિધાર્થીઓ પાસેથી સ્ટડી પરમિટ, વિઝા, શૈક્ષણિક રેકોર્ડ, માકર્સ અને હાજરી માંગવામાં આવી છે.
કેનેડાના ઈમિગ્રેશન રેયુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી) વિભાગના આ પગલાથી વિદેશી વિધાર્થીઓ ડરી ગયા છે. ઘણા એવા વિધાર્થીઓ છે જેમની પાસે માત્ર બે વર્ષ માટે વિઝા છે. કેનેડાએ વિદેશી વિધાર્થીઓને લઈને તેના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે. એક વિધાર્થીએ કહ્યું કે, યારે મને ઈમેલ મળ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. મારો વિઝા માત્ર મે ૨૦૨૬ સુધીનો છે. મને તમામ દસ્તાવેજો જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. મારી હાજરી, માર્કસ અને પાર્ટ ટાઈમ કામનો રેકોર્ડ પણ માંગવામાં આવ્યો હતો.ગયા અઠવાડિયે, પંજાબના વિધાર્થીઓને પણ આવા ઈમેલ મળ્યા હતા અને તેમને વેરિફિકેશન માટે આઈઆરસીસી ઓફિસમાં જવાનું કહેવામાં આવ્યું હતું. ત્રણ ભારતીય વિધાર્થીઓની હત્યા અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે આ એક ભયાનક દુર્ઘટના છે. ભારતીય હાઈ કમિશન આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. ભારતીય મિશન આ અંગે અધિકારીઓના સંપર્કમાં છે.
ભારત અને કેનેડામાં તણાવ સતત વધી રહ્યો છે. ગયા વર્ષે જસ્ટિન ટ્રુડોએ નિરની હત્યા માટે બારાત પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. આ પછી ભારતે ઓટાવાથી પોતાના હાઈકમિશનરને પરત બોલાવ્યા. આ પછી કેનેડાએ પણ પોતાના અધિકારીઓને પાછા બોલાવ્યા. બંને દેશો વચ્ચે સંઘર્ષ સતત વધતો ગયો. એક તરફ ભારતે કહ્યું કે કેનેડાએ નક્કર પુરાવા આપવા જોઈએ. બીજી તરફ, કેનેડા પાયાવિહોણા આક્ષેપો કરતું રહ્યું અને પુરાવા ભારતને સોંપી શકયું નહીં.
જસ્ટિન ટ્રુડોની સરકારમાં ખાલિસ્તાનીઓ ઉંચી લાગણી અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય મિશન પર ઘણી વખત હત્પમલા થયા. કેનેડામાં ભારતીય હિંદુ મંદિરો પર હત્પમલો કરવામાં આવ્યો હતો. જસ્ટિન ટ્રુડોની સરકાર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
December 15, 2024 02:09 PMજે મિસાઈલ અમેરિકા બનાવવામાં નિષ્ફળ નિવડ્યુ એ જ મિસાઈલ ભારતે 3 બનાવી નાખી, પાકિસ્તાન-ચીનની ચિંતા વધી
December 15, 2024 01:35 PMસેન્ટ્રલ GSTના રાજકોટ, જામનગર અને અમદાવાદમાં 25 સ્થળ પર દરોડા, 200 કરોડથી વધુની કચચોરી ઝડપાઈ
December 15, 2024 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech