મણિપુરની હિંસામાં ચિંતાપ્રેરક વળાંક ડ્રોન બોમ્બ એટેકથી તણાવ વધ્યો

  • September 04, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી હિંસા વચ્ચે ડ્રોન બોમ્બ હત્પમલા કરાતા તણાવ વધી ગયો છે. અત્યાર સુધી બંદૂકોને લઈને જે સંઘર્ષ ચાલતો હતો તે હવે આધુનિક શક્રો તરફ વળવા લાગ્યો છે જે દેશની સુરક્ષા સામે મોટા ખાત્ર સમાન છે ૧૫ મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ઠંડો પડતો જણાતો હતો, પરંતુ હવે સ્થિતિ વધુ વણસી ગઈ. મણિપુરમાં ચાલતા સંઘર્ષે નવો વળાંક લીધો યારે કુકી આતંકવાદીઓએ ડ્રોનનો ઉપયોગ કરીને મેઇતેઈ સમુદાયોના ગામડાઓ પર બોમ્બમારો કર્યેા.
ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સેજમ ચિરાંગ અને નજીકના કૌત્રકમાં બે દિવસમાં ડ્રોન અને બંદૂક હત્પમલામાં બે લોકો માર્યા ગયા અને ૧૨ અન્ય ઘાયલ થયા.અત્રે નોંધનીય બાબત એ છે કે હત્પમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ પહેલીવાર થયો છે. આ હત્પમલા બાદ આતંકવાદીઓની તાકાતને લઈને ચર્ચા શ થઈ ગઈ છે. દરમિયાન, મણિપુરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રાજીવ સિંહે કડાંગબંદ, કૌત્રુક અને સેંજમ ચિરાંગ સહિતના કાંગચુપ પહાડી વિસ્તારોમાં ડ્રોન હત્પમલાના સ્થળોની મુલાકાત લીધી હતી. ડ્રોન હત્પમલાથી સરકારની ચિંતા વધી ગઈ છે. જેના કારણે દેશની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે.


મણિપુરમાં ડ્રોન હત્પમલો દેશ માટે કેમ ખતરો

મણિપુરમાં બે સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ડ્રોન હત્પમલાને મોટો હત્પમલો માનવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે ડ્રોન હત્પમલો તાત્કાલિક કરવામાં આવ્યો નથી, બલ્કે ડ્રોન દ્રારા સંપૂર્ણ આયોજન સાથે ગામડાઓમાં બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે. મોટા ભાગના પ્રસંગોએ, ડ્રોનનો ઉપયોગ ગૃહ યુદ્ધમાં અને આંતરરાષ્ટ્ર્રીય સરહદો પર હત્પમલા કરવા માટે થાય છે.વર્ષ ૨૦૨૦માં નાગોર્નેા કારાબાખ યુદ્ધ પછી ડ્રોન હત્પમલાનો ટ્રેન્ડ છે.

ખાસ કમિટી બનાવાઈ હોવાનો ડીજીપીનો નિર્દેશ

મણિપુર ડીજીપીએ ડ્રોન હત્પમલા બાદ કહ્યું હતું કે તેને રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.તેમણે કહ્યું, આ એક નવી વાત છે અને વસ્તુઓ ખોટી પડી છે. અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે નેશનલ સિકયુરિટી ગાર્ડ સાથે વાત કરી છે અને વધુ નિષ્ણાતો આવી રહ્યા છે. અમે ડ્રોનની ગંભીરતાથી તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ડ્રોન હત્પમલાનો સામનો કરવા માટે એક સમિતિની રચના કરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application