રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પુતિને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. આ ધમકીએ સમગ્ર વિશ્વમાં તણાવ ઔર વધારી દીધો છે. રશિયા તરફથી આ ધમકી ત્યારે આવી છે યારે યુક્રેનને રશિયાની સરહદની અંદર ઘૂસીને મિસાઈલ હત્પમલા કરવાની મંજૂરી આપવામાં આવી છે. રશિયાએ કહ્યું કે આને પશ્ચિમી દેશોનો હત્પમલો માનવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્ર્રપતિ પુતિને પશ્ચિમી દેશોને પરમાણુ ચેતવણી આપી છે. રશિયાનું કહેવું છે કે અમારા પર થઈ રહેલા મોટા પાયે હવાઈ હત્પમલાની સ્થિતિમાં તે પરમાણુ વિસ્ફોટથી જવાબ આપશે. આ મિસાઈલ હત્પમલાને પશ્ચિમી દેશો દ્રારા રશિયા પર કરવામાં આવેલ હત્પમલો માનવામાં આવશે. વાસ્તવમાં, યુક્રેનને પશ્ચિમી દેશો પાસેથી ઘણી ક્રુઝ મિસાઈલ મળી છે જે લાંબા અંતર સુધી રશિયા પર હત્પમલો કરી શકે છે. રાષ્ટ્ર્રપતિ પુતિનની આ ટિપ્પણી મોસ્કોની ટોચની સુરક્ષા પરિષદની બેઠક પછી તરત જ આવી છે. રશિયાની ધમકી ત્યારે આવી છે યારે યુએસ અને બ્રિટને યુક્રેનને રશિયન સરહદની અંદરથી અંદર હત્પમલો કરવાની મંજૂરી આપી છે. તેનાથી રશિયાની ચિંતા વધી ગઈ છે.
ગયા અઠવાડિયે, યુકેએ કથિત રીતે યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂડ મિસાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. આ મિસાઈલ ૫૦૦ કિમીની રેન્જ ધરાવે છે. અત્યાર સુધી યુક્રેન તેનો ઉપયોગ માત્ર તેની સીમામાં રશિયન સેના સામે જ કરે છે. રશિયન ઇન્ટેલિજન્સ આવી શકયતાઓથી વાકેફ હતા અને આ મહિનાની શઆતમાં કહ્યું હતું કે યુક્રેનમાં પશ્ચિમના યુદ્ધમાં વધારો થવાને કારણે તેના પરમાણુ સિદ્ધાંતમાં ફેરફારની આવશ્યકતા હતી
રશિયા પાસે સૌથી વધુ હથિયારો ઉપલબ્ધ
રશિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શકિત છે. રશિયા પાસે ૬,૩૭૨ પરમાણુ શક્રો છે. રશિયા અને અમેરિકા બંને પાસે વિશ્વના ૮૮ ટકા પરમાણુ હથિયારો છે. રશિયાનો વર્તમાન પરમાણુ સિદ્ધાંત ૨૦૨૦ માં અમલમાં આવ્યો. આ મુજબ યારે તેનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પુતિનની તાજેતરની ધમકી સમગ્ર વિશ્વમાં તણાવ વધારી દેશે તેમાં બે મત નથી.
રશિયા અને અમેરિકા વચ્ચેના કરાર ૨૦૨૬માં સમા થશે
રશિયા અને અમેરિકા વચ્ચે સ્ટાર્ટ સંધિ છે. આ એક મુખ્ય પરમાણુ શક્ર નિયંત્રણ કરાર છે જે ૨૦૨૬ માં સમા થશે. રશિયા ભવિષ્યની કોઈપણ ડીલમાં યુરોપની પરમાણુ શકિતઓ બ્રિટન અને ફ્રાંસને સામેલ કરવા માંગે છે. નવી સ્ટાર્ટ સંધિના સ્થાને ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે કહ્યું, 'અમને હજુ સુધી અમેરિકનો તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ સમાધાન ચોક્કસપણે જરી છે. ટૂંક સમયમાં વાતચીત શ થવી જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના સામાન્ય વર્ગમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, રેલવેની આ યોજના મુસાફરીને બનાવશે સરળ
November 24, 2024 07:31 PMસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech