જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન લગ્ન ની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. અને સુરત પંથક માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ના કેસ માં અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
આ કેસ ની વિગત એવી છે કે કાલાવડ માં રહેતા એક પરિવાર ની સગીર વય ની પુત્રી ને તેની પાડોશ માં જ રહેતો અને કૌટુંબિક રવિ ભલાભાઇ સોલંકી (૨૦) સગીરા ને લગ્ન ની લાલચ આપી ને તા.૨૬/૧૧/૨૦૨૦ ના ભગાડી લઈ ગયો હતો. અને કાલાવડ થી રાજકોટ ત્યાં થી મોરબી ત્યાં થી સુરત અને ત્યાંથી માંડવી લઈ ગયો હતો. જ્યાં તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર પછી સુરત નજીક ના કિમ ગામે સગીરા ને લઈ જવામાં આવી હતી અને ત્યાં પણ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી બંને સુરત ગયા હતા.જ્યાં પોલીસે તેમને ઝડપી લીધા હતા.
આ અંગે કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ સ્પે. પોક્સો કોર્ટ ના જજ વી.પી. અગ્રવાલ સમક્ષ ચાલી જતાં સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ ની દલીલો સાંભળ્યા પછી આરોપી ને દસ વર્ષ ની સજા અને રૂ.૧૭ હજાર ની દંડ, તેમજ ભોગ બનનાર ને રૂપિયા બે લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application