ગોંડલમાં યુવા ભાજપ દ્રારા દસ હજાર તિરંગા વિતરણ: ધારાસભ્ય ગીતાબા જાડેજા જોડાયા

  • August 13, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં ૧૫ ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન સમગ્ર ભારતભરમાં ચાલી રહ્યું છે. જેના ભાગપે આજરોજ શહેર ભાજપ–તાલુકા અને યુવા ભાજપના હોદેદારો દ્રારા શહેરના જેલચોકમાં આવેલ જનસુવિધા કેન્દ્ર પાસે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્ર્રભકિત અને રાષ્ટ્ર્ર ચેતનાને પ્રબળ બનાવવાના ઉદેશ સાથે આગામી સ્વાતંય પર્વ પૂર્વે ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને લઈને ગોંડલ શહેર–તાલુકા અને યુવા ભાજપના હોદેદારો દ્રારા જેલચોક પાસે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાહદારીઓ, વાહનચાલકો, બાળકો, વિધાર્થીઓ સહિતના લોકોને દસ હજાર તિરંગા વિતરણ કરાયા હતા અને સાથે ૧૫મી ઓગસ્ટ સ્વાતંય પર્વ દીવસે સૌ નાગરિકો પોતાના ઘર, ઓફિસ, દુકાન પર તિરંગો લહેરાવી રાષ્ટ્ર્રભકિત બતાવીએ તેવી અપીલ કરવામાં આવી હતી.
તિરંગા વિતરણ કાર્યક્રમમાં નગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી સમીરભાઈ કોટડીયા, નગરપાલિકા ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયા, નગરપાલિકા ના સદસ્યો, સંગઠન તેમજ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ સાટોડીયા, મહામંત્રી જેકીભાઈ પરમાર, મોહિતભાઈ પાંભર, જીલભાઈ ગોહિલ, લખનભાઈ કોટડીયા, અંકિતભાઈ કોટડીયા, કાનાભાઈ કાછડીયા, ધવલ ગોહેલ તેમજ સોશ્યલ મીડિયાના વિપુલભાઈ જાદવ, સચિનભાઈ સહિતના યુવા મોરચાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application