દ્વારકાધીશ જગતમંદિરમાં નૂતન ધ્વજારોહણ માટે હવે દસ ભાવિકોને પ્રવેશની મંજૂરી

  • May 25, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની લહેર ધીમી થતાં દેવસ્થાન સમિતિનો નિર્ણય

યાત્રાધામ દ્વારકામાં જેટલું મહત્વ ઠાકોરજીના દર્શનનું રહેલું છે તેટલું જ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણનું મહત્વ રહેલ હોય હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં જગતમંદિર ભાવિકો માટે બંધ હોવા છતાં જગતમંદિર પર નિત્યક્રમ અનુસાર દરરોજ સવારે ત્રણ તથા બે એમ કુલ પાંચ ધ્વજાજી ચઢાવવાનો ક્રમ  અવિરત ચાલી રહયો છે. હાલમાં કોરોના મહામારીની બીજી લહેરને કારણે પ્રશાસન દ્વારા જગતમંદિર ભાવિકો માટે બંધ હોય ધ્વજારોહણમાં ભાવિકોની સંખ્યા સહિતના પ્રતિબંધો અમલમાં હતા જેમાં હાલ કોરોનાની બીજી લહેર થોડી હળવી થતાં દેવસ્થાન સમિતિ દ્વારા જગતમંદિરમાં ધ્વજારોહણ માટે દસ ભાવિકોને મંજૂરી આપતી છૂટ આપવામાં આવી છે જેઓ ધ્વજારોહણ તથા ઠાકોરજીના દર્શનનો લાભ લઇ શકશે. ઠાકોરજીમાં અખૂટ આસ્થા ધરાવતાં ધ્વજાજીના મનોરથી પરિવારોમાં આ નિર્ણયથી ખૂશીની લાગણી ફેલાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS