બેટ-દ્વારકામાં દેવસ્થાન સમિતિ દ્વારા કરોડોની દબાણગ્રસ્ત જમીનો ખૂલ્લી કરાવવા સમિતિ દ્વારા તજવીજ

  • July 02, 2021 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવસ્થાન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

બેટ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા સમિતિની માલીકી હેઠળની કરોડો રૂપિયાની દબાણગ્રસ્ત જમીનો ખુલ્લી કરાવવા દેવસ્થાન સમિતિ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. બેટ ક્રકામાં દેવસ્થાન સમિતિની માલીકીની કરોડો રૂપિયાની અનેક જમીનો પર દબાણો હોય જે દબાણોને દૂર કરવા બેટ દેવસ્થાન સમિતિ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવતાં આગામી સમયમાં દેવસ્થાન અહઇંહફ દ્વારા મંદિર ટ્રસ્ટની માલીકીની જમીનો ખુલ્લી કરાવવા પગલાં લેવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. બેટ દ્વારકાના સર્વાંગી વિકાસ માટે ઓખા-બેટ દ્રકા વચ્ચે સિગ્નેચર બ્રીજના નિમર્ણિની સાથે સાથે આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીની તાજેતરની બેઠકમાં મુખ્યમંત્રીએ બેટ દ્વારકાના 15 પ્રોજેકટસ સહ રાજ્યભરના 47 ટાપુઓ ઉપર 47 જેટલા ટુરીઝમ ડેવલોપમેન્ટ પ્રોજેકટસ આવી રહયા છે ત્યારે બેટ દ્વારકાનો આવનારા દાયકામાં સર્વાંગી વિકાસ થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે બેટ દેવસ્થાન સમિતિ રા પણ ટ્રસ્ટની માલીકીની જમીનો પરના ગેરકાયદે દબાણો ખુલ્લા કરવા તજવીજ હાથ ધરાઈ હોય આગામી દિવસોમાં આ અંગે નવાજૂનીના એંધાણ છે.

તાજેતરમાં બેટ દેવસ્થાન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટ્રસ્ટની માલીકીની જમીનો પર થયેલાં સંખ્યાબંધ દબાણોનો મુદ્દો ચચર્યિો હતો અને ટ્રસ્ટ દ્વારા આવા ગેરકાયદે દબાણો ખુલ્લા કરાવવા ચચર્િ વિચારણાના અંતે ટૂંક સમયમાં જ આ અંગે કાર્યવાહી થશે એવું સબંધીત વર્તુળોમાં ચચર્ઈિ રહયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS