કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો રવિવારે 42 થી 43.6 ડિગ્રી સુધી નોંધાયો હતો. હવે આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી તારીખ 18 સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો અમુક જગ્યાએ પાંચ ડિગ્રી સુધી વધી જશે. ગરમીની સાથો સાથ ભેજનું પ્રમાણ પણ આ પાંચ દિવસ દરમિયાન વધુ રહેશે અને તેના કારણે લોકોને ગરમી અને ભેજવાળા વાતાવરણનો ડબલ એટેકનો સામનો કરવો પડશે.
ગઈકાલે રાજકોટ સહિત અન્ય શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું
રવિવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કંડલા એરપોર્ટ ઉપર 43.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 42.7, અમરેલીમાં 42, સુરેન્દ્રનગરમાં 42.3, કેશોદમાં 40, ભુજમાં 40.9, ગાંધીનગરમાં 41.5, ડીસામાં 40.2 અને અમદાવાદમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતની પ્રજા અત્યારે પણ કાળઝાળ ગરમીનો સામનો કરી રહી છે અને આવતીકાલથી તેમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા રાજસ્થાન તેલંગાણા અને મધ્યપ્રદેશમાં પણ હિટવેવ માટેનું એલર્ટ જાહેર કર્યું છે.
આજે ગુજરાતમાં ક્યાં કેટલા ટકા ભેજનું પ્રમાણ
ગરમીની સાથોસાથ ભેજના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સવારે દ્વારકામાં 86, પોરબંદરમાં 95, વેરાવળમાં 94, રાજકોટમાં 81, સુરતમાં 85, ઓખામાં 80 અને કંડલામાં 83 ટકા ભેજ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી તારીખ 17 સુધી ગરમી અને ભેજવાળું વાતાવરણ યથાવત્ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech