સૌથી વધુ ગરમી ભુજ અને ડીસામાં નોંધાતી હોય છે. રાયના અન્ય વિસ્તારની સરખામણીએ આ બંને સેન્ટરમાં અત્યાર સુધી પારો ટોચ પર રહ્યો ન હતો પરંતુ મંગળવારે ૪૧.૬ ડિગ્રી તાપમાન સાથે ભુજ સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ધરાવતું શહેર બની રહ્યું હતું. આવી જ રીતે ડીસામાં ૪૦.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ભુજ અને ડીસા ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી થી વધુ રહેવા પામ્યું હતું. અમરેલીમાં ૪૦.૪ રાજકોટમાં ૪૧.૧ અને સુરેન્દ્રનગરમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
અમદાવાદ ગાંધીનગર વડોદરા કંડલા કેશોદ સહિત રાયના અનેક સેન્ટરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પહોચી ગયો હતો. અમદાવાદમાં ૩૯.૯ ગાંધીનગરમાં ૩૯.૪ વડોદરામાં ૩૯.૪ કેશોદમાં ૩૯ કડલા એરપોર્ટ પર ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન મંગળવારે નોંધાયું હતું.
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને આગામી પાંચ દિવસ સુધી હજુ તેમાં ખાસ કોઈ રાહત મળે તેવી શકયતા નથી તેમ હવામાન ખાતું જણાવે છે.
દેશના અન્ય ભાગોની વાત કરીએ તો સાયકલોનિક સકર્યુલેશનની અસરના કારણે આસામ અણાચલ મેઘાલય સહિતના પૂર્વેાત્તરના રાયોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર સહિતના હિમાલયન રિજીયનમાં અને પંજાબમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech