હાલારમાં મેઘરાજાની રાહ જોતો જગતનો તાત : તાપમાન 35 ડીગ્રી

  • July 08, 2021 01:20 PM 

સવારથી જ અસહ્ય ગરમી વચ્ચે વાદળીયુ વાતાવરણ : વાવણી કાર્ય પુરજોશમાં : એકાદ-બે દિવસમાં વરસાદ ન આવે તો ખેડુતોને થશે ચિંતા

જામનગર સહિત સમગ્ર હાલારમાં એકતરફ વરસાદ ખેચાઇ રહયો છે, છેલ્લા 3 દિવસથી હાલારમાં વાદળીયુ વાતાવરણ જોવા મળે છે, તા. 10 બાદ વરસાદ આવે તેવી શકયતા છે, ભારે બફારો પણ થઇ રહયો છે અને તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું છે. હાલારમાં વાવણીકાર્ય પુરજોશમાં ચાલી રહયું છે, પરપ્રાંતીય મજુરો ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં આવી રહયા છે એકાદ બે દિવસમાં મેઘો નહીં આવે તો ખેડુતોનો પાક ધીરે ધીરે નુકશાન પામતો રહેશે તેવું ખેતી નિષ્ણાંતોનું કહેવું છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 79 ટકા, પવનની ગતી 20 થી 25 કીમી રહી હતી.

હાલારમાં 20 જુલાઇ સુધીમાં વરસાદ ન થાય તો કપાસ-મગફળીના પાક ઉપર જોખમ ઉભુ થશે, હાલમાં કપાસનું 1 લાખ હેકટર અને મગફળીનું 1.60 લાખ હેકટરમાં વાવેતર થયું છે, વાવાઝોડાના કારણે વરસાદી સિસ્ટમમાં પણ ફેરફાર થયો છે, વરસાદ ખેચાતા જગતનો તાત હવે ભારે ચિંતામાં મુકાઇ ગયો છે.

હાલારમાં મગફળી અને કપાસનું વાવેતર પુરજોશમાં થઇ રહયું છે, આ વખતે વાવાઝોડાના કારણે સિસ્ટમમાં થોડો ફેરફાર થયો છે, જેને કારણે વરસાદ થોડો વહેલો આવ્યો છે, જો કે જીલ્લાના કેટલાક ગામડાઓમાં અત્યાર સુધીમાં 11 ટકા વરસાદ પડી ચુકયો છે, કેટલાક ગામડાઓમાં 8 થી 9 ઇંચ સુધી વરસાદ પડયો છે, ત્યારે જો વરસાદ ખેચાશે તો વાવેલ બિયારણ ઉપર તેની અસર પડશે, જો કે હવામાન ખાતુ કહે છે કે 10 જુલાઇ બાદ વરસાદ આવશે.

વરસાદ ખેચાતા ધીરે મગફળી અને કપાસના વાવેતર ઉપર અસર થઇ રહી છે, મોટાભાગે જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે ત્યારે જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેઠો છે.

દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ વરસાદ ખેચાયો છે ત્યારે અગાઉ થઇ ગયેલા વાવેતરને સારી અસર પડશે, જો કે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ જીલ્લામાં વરસાદ થઇ રહયો છે, હવે વરસાદ ખેચાય તો પીવાના પાણીની તંગી કેટલાક ગામોમાં થશે ત્યારે અઠવાડીયામાં એકાદ બે ઇંચ વરસાદ થાય તો વાવેલા બિયારણને જીવતદાન મળશે.

સવારથી વાદળીયા વાતાવરણના કારણે ચારેકોર ગરમીનો માહોલ સર્જાયો છે, એવા અરસામાં કેટલાક વિસ્તારોમાં આજે વિજકાપ જોવા મળ્યો છે, લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે જગતનો તાત નભ સામુ મીટ માંડીને બેઠો છે, જો સમયસર વરસાદ નહીં પડે તો પાક ઉપર જોખમ જળુંબી રહયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS