જામનગરમાં અગન વર્ષા વચ્ચે તાપમાન ૩૮ ડીગ્રી 

  • April 08, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન ખાતાએ વધુ બે દિવસ સુધી આકરો તાપ રહેશે તેવી આગાહી કરતા લોકોમાં ચિંતા: ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રાહત

રવિવારે આ સિઝનમાં જામનગરનું તાપમાન સૌથી ઉંચુ એટલે કે ૪૦ ડીગ્રીએ પહોંચી ગયું હતું, ગઇકાલે આકાશમાંથી સતત લૂ વરસતી રહી, આજે સવારે મહત્તમ તાપમાનમાં ૨ ડીગ્રીનો ઘટાડો થયો છે, પરંતુ આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં સૂર્યદેવતા કોપાયમાન થશે અને કેટલાક શહેરોમાં તાપમાન ૪૨ ડીગ્રીએ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, પરંતુ ૪૦ કિ.મી.ની ઝડપે રાત્રે પવન ફુંકાતા ગરમીમાં ઘટાડો થયો હતો.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩ ડીગ્રી, હવામાં ભેજ ૯૦ ટકા, પવનની ગતિ ૩૫ થી ૪૦ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે ધીરે-ધીરે ગરમી શ‚ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના ૬ વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે. 


આકરા તાપને કારણે જામનગર સુધી ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આગામી દિવસોમાં તાપમાન ૪૪ ડીગ્રીને પાર કરી જશે અને કેટલાક ગામોમાં સહી ન શકાય તેવો તાપ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે રવિવાર સુધી લોકોને ગરમીથી પરેશાન થવું પડશે. ગઇકાલે રાત્રે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને પવન ફુંકાયો હતો, જો કે બપોરના ૧૧ થી ૫ દરમ્યાન આકરી રહે છે, ઉનાળાની શ‚આતમાં જ આ પ્રકારની ગરમી જોવા મળતા લોકોના કહેવા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ જોવા મળશે.


ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શ‚આત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શ‚ થશે અને ગામડાઓમાં પણ આકરો તાપ શ‚ થઇ ચૂકયું છે, આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૩૯ ડીગ્રીએ પહોંચી ગયું છે. 


હીટવેવથી બચવાના ઉપાયો 

* તરસ ન લાગી હોય છતાં પણ યોગ્ય માત્રામાં પાણી પીવું
* શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ, છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નાળીયેર પાણી પીવું
* ગરમીમાં નિકળતી વખતે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકવો
* વજનમાં હલકા અને હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા
* આંખના રક્ષણ માટેા સનગ્લાસ, ત્વચાના રક્ષણ માટે સન્સક્રીમ લગાવો
* બાળકો અને વૃઘ્ધો, બિમાર વ્યકિતઓ અને વજન ધરાવતા વ્યકિતઓને લુ ન લાગે તે માટે ઘ્યાન રાખવું
* શકય હોય તો બપોરે ૧૨ થી ૪ સુધી તડાકામાં બહાર નિકળવું
* શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તે માટે કોફી, ચા અને સોફટડ્રીંકસ ન લેવા
* મસાલેદાર તળેલા અને વધુ મીઠા આહારનો ઉપયોગ ટાળવો
* જો વ્યકિતને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરી તેના માથા ઉપર પાણી રેડો
* શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે તે માટે ઓઆરએસ દ્રાવણ અને લીંબુ પાણી આપો
* લૂ લાગેલ વ્યકિતને તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવા
* શરીરનું તાપમાન વધતું હોય, માથાનો અસહ્ય દુ:ખાવો હોય, નબળાઇ લાગે, ઉલ્ટી થાય કે બેભાન થાય તો તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાને લઇ જવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application