હાલારમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન 36.8 ડીગ્રી

  • June 09, 2021 11:27 AM 

હાલારમાં તા. 11 થી ચોમાસુ બેશે તેવી શકયતા : ત્રણેક દિવસ છુટા છવાયા ઝાપટા પડશે તેવી હવામાન ખાતાની આગાહી : ખેડુતો વાવણી થાય તેની રાહમાં : મોડી સાંજે 45 કીમીની ઝડપે પવન ફુંકાયો

જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળીયા વાતાવરણ વચ્ચે જગતનો તાત ચોમાસાની રાહ જોઇ રહયો છે, હવામાં ભેજ વધુ હોવાના કારણે હાલારમાં ગરમીનું વાતાવરણ જોવા મળે છે અઠવાડીયા બાદ સત્તાવાર રીતે વરસાદનું આગમન થશે ત્યારે ગઇકાલે વધુ ઝડપે પવન ફુંકાયો હતો.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 36.8 ડીગ્રી, ઓછામાં ઓછુ 28 ડીગ્રી, હવામા ભેજ 71 ટકા અને પવનની ગતી 40 થી 45 કીમી રહી હતી

ત્રણ દિવસ સુધી હાલારના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાશે અને કયાંક કયાંક છુટા છવાયા ઝાપટા પણ પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે. હજુ બે દિવસ પહેલા કાલાવડ, લાલપુર અને જામજોધપુર પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો અને છુટા છવાયા ભારે ઝાપટા પડયા હતા.

હાલારમાં આકરા તાપથી ખેતરોમાં કામ કરતા ખેડુતો અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા છે, આ વર્ષે વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી પણ છે, જો કે હજુ ચોમાસુ તા. 11 જુનથી બેસશે તે પહેલા ગરમીનો એક રાઉન્ડ શ થઇ ચુકયો છે. લોકોને પીવાના પાણીનો સોસ પડી રહયો છે, એસી અને પંખા સતત ચાલુ રાખવા પડે છે, જો કે સાંજ પડયે થોડો પવન ફુંકાય છે એટલે અન્ય શહેરો કરતા જામનગરમાં રાહત જોવા મળે છે. આજ સવારથી આકાશમાં વાદળા જોવા મળ્યા હતા અને બફારો પણ શ થયો હતો.

પાણી, લીંબુ પાણી, સરબત, શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણાનો આશરો લે છે, બીજી તરફ આઇસક્રીમ, ગોલા ગુલ્ફીનું વેચાણ પણ વઘ્યું છે, ગામડાઓમાં અસહય ગરમીના કારણે બજારો પણ વહેલી બંધ થઇ જાય છે. અને ગરમીની અસરના કારણે જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે. કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા વધારો થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS