BREAKING NEWS

તેલુગુ અભિનેતા અને સિનેમેટોગ્રાફરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં

  • May 11, 2026 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલુગુ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા ભરત કાંતનું એક ભયાનક ભાર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પ્રખ્યાત સિનેમેટોગ્રાફર જી. સાઈ વિલોક અકસ્માત સમયે તેમની સાથે હાજર હોવાનું કહેવાય છે. તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સમાચારથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. અહેવાલો અનુસાર, આ અકસ્માત હૈદરાબાદ આઉટર રિંગ રોડ પર થયો હતો. તેમની કારે આદિબટલા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આઉટર રિંગ રોડના એક્ઝિટ ૧૨ નજીક એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જે પછી ઘટનાસ્થળે પહોંચી.
પોલીસ અધિકારીઓના જાણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી મળતાં, એક ડીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને મૃતદેહોનો કબજો લીધી અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે તે એક માર્ગ
અકસ્માત હતો, જોકે, ચોક્કસ કારણ નક્કી કરવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય તકનીકી પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
ભરત કાન્ત તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઉભરતા સ્ટાર્સમાંના એક હતા. જી સાઈ ત્રિલોકે અનેક પ્રોજેફટ્સમાં સિનેમેટોગ્રાફર તરીકે પણ પોતાને સ્થાપિત કર્યા. બંને કલાકારીના અચાનક અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ચાહકો અને ઘણા કલાકારી સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દુઃખદ અકસ્માત બાદ, બંને કલાકારોના પરિવારો ઊંડા આઘાતમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application