પતિયાલા પેગ સોંગ ન ગાવા દિલજીત દોસાંઝને તેલંગણા સરકારનું ફરમાન

  • November 15, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલંગણા સરકારે દિલજીત દોસાંઝને દા, ડ્રગ્સ અને હિંસાનો પ્રચાર કરતા ગીતો ન ગાવા જણાવ્યું છે અને આદેશ કર્યેા છે કે આજે હૈદરાબાદમાં યોજાનાર કોન્સર્ટમાં બાળકોને સ્ટેજ પર પણ ન બોલાવવા. કેમકે કાન ફાડી નાખે તેવા અવાજથી બાળકોના સ્વાસ્થ્યને હાની પહોચે છે અને પતિયાલા પેગ જેવા ગીતોથી બાળકોના કુમળા માનસ પર વિપરીત અસર પહોચે છે.નોંધનીય છે કે આજે હૈદરાબાદમાં દિલજીત દોસાંઝની કોન્સર્ટ યોજવા જઈ રહી છે. હૈદરાબાદ કોન્સર્ટના આયોજકોને જારી કરાયેલ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોન્સર્ટ દરમિયાન મોટા અવાજો અને લેશિંગ લાઇટસ બાળકો માટે
હાનિકારક છે.
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજના શુક્રવારે હૈદરાબાદમાં યોજાનાર કોન્સર્ટ પહેલા, તેલંગણા સરકારે આયોજકોને નોટિસ જારી કરીને જણાવ્યું છે કે કાર્યક્રમમાં દા, ડ્રગ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવા દેવામાં આવશે નહીં. હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ ભારતના ૧૦ શહેરોના દિલ–લુમિનાટી પ્રવાસનો ભાગ હતો. ચંદીગઢના રહેવાસીની રજૂઆતના આધારે, મહિલા અને બાળકો, વિકલાંગ અને વરિ નાગરિકોના કલ્યાણ વિભાગના જિલ્લા કલ્યાણ અધિકારી, રંગારેડ્ડી દ્રારા નોટિસ જારી કરવામાં આવી છે.
નોટિસમાં ૧૫ નવેમ્બરના રોજ સાયબરાબાદ ખાતે આયોજિત તેના લાઈવ શો દરમિયાન દિલજીત દોસાંજને દા, ડ્રગ્સ અને હિંસાનો પ્રચાર કરતા ગીતો ગાવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. નોટિસમાં ગાયકને તેના શો દરમિયાન સ્ટેજ પર બાળકોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોન્સર્ટ દરમિયાન મોટા અવાજો અને લેશિંગ લાઇટસ બાળકો માટે હાનિકારક હોવાથી તેમ કરવા દેવાશે નહી.
વિડિયો પુરાવા સાથે રજૂ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે દિલજીત દોસાંઝે ગયા મહિને નવી દિલ્હીના જવાહરલાલ નેહ સ્ટેડિયમમાં લાઇવ શો દરમિયાન દા, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાયા હતા. દરમિયાન, દિલજીતના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સૂચવવામાં આવ્યું હતું કે ગાયક શહેરમાં પહોંચ્યો અને ઐતિહાસિક ચારમિનારની મુલાકાત લીધી. તેણે શહેરના એક મંદિર અને ગુદ્રારામાં પણ પ્રાર્થના કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News