અમરેલીના વડિયા પંથકની 13 વર્ષની તરુણી 15 વર્ષના સગીર થકી ગર્ભવતી બનતા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. બનાવ અંગે તરુણીની માતાએ સગીર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગતો એવી છે કે, મૂળ મધ્યપ્રદેશનો અને હાલ વડિયા પંથકમાં ખેત મજૂરી કામ કરતા પરિવારની 13 વર્ષની પુત્રી એકાદ વર્ષથી ગોંડલના ગુંદાસર ગામે રહેતા 15 વર્ષના સગીર પ્રેમી સાથે રહેતી હતી. ગઈકાલે તરુણીએ વડિયા પંથકમાં ખેતીકામ કરતી તેની માતાને ફોન કરી પોતાને પેટમાં દુ:ખતું હોવાનું કહેતા તેની માતા ત્યાં પહોંચી પુત્રીના પ્રેમી સાથે ગોંડલ સરકારી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોકટરે ગર્ભવતી હોવાનું જણાવી રાજકોટ સારવાર માટે ખસેડવામાંનું કહેતા તેને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તરુણીએ બાળકને જન્મ આપતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી તેની માતાની ફરિયાદ પરથી સગીર સામે 363, 366, 376(2) (જે) (એન) 376(3) તથા પોક્સો એક્ટ ક.4(2), 6,8,18 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં તરુણીની માતાએ જણાવ્યું છે કે, આજથી બે વર્ષ પૂર્વે વડિયા પંથકમાં વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતા હતા ત્યારે અમારા વતનનો પરિચિત છોકરો વાડીએ આવતો હતો અને પુત્રીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આજુબાજુમાં શોધખોળ કરવા છતાં મળી આવ્યા નહતા. હું અમારા વતનમાં ગઈ ત્યારે ત્યાં પુત્રી અને સગીર છોકરો મળી આવ્યા હતા. ત્યારે તેની સાથે વાતચીત કરી સમાધાન કર્યું હતું. બાદમાં પુત્રી તેની સાથે રગોંડલના ગુંદાસરા ગામે તેની સાથે જ રહેતી હતી. પુત્રી સગીર વયની હોઈ જાણવા છતાં તેને ગર્ભ રાખી દીધો હતો જેના થકી આઠ મહિને પુત્રીએ બાળકને જન્મ આપ્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech