હાલના સમયમાં તણ અને કિશોરવયના સંતાનો મોબાઇલમાં સોશિયલ મીડિયામાં સતત રચ્યાપચ્યા રહેતા હોય છે જેના ભયંકર પરિણામો પણ સામે આવી રહ્યા છે.આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં સામે આવ્યો છે.જેતપુરમાં રહેતી સગીરા ધોરાજીના કિશોર સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરીચયમાં આવ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.બાદમાં આ કિશોર સગીરાને ભગાડી જઇ ધોરાજી અને જુનાગઢ સહિતના સ્થળોએ લઇ જઇ તેના પર દુષ્કર્મ આચયુ હતું.ચિંતાતુર બનેલા સગીરાના પરિવારે જેતપુરમાં દીકરીના અપહરણની ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ કરી બંનેને ધોરાજીથી ઝડપી લીધા હતાં.બાદમાં સગીરાની પુછતાછ કરતા સગીરવયના આરોપીએ તેની સાથે શરીર સંબધં બાંધ્યો હોવાનું સામે આવ્યું હતું.એટલું જ નહીં સગીરાને ભગાડી જવામાં અને તેને ઘરે રાખવામાં આરોપીના માતા–પિતાએ મદદગારી કરી હોય પોલીસે ત્રણેય સામે પોકસો અને દુષ્કર્મ,અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં રહેતી સગીરા થોડા દિવસો પુર્વે ઘરેથી લાપતા બનતા તેના માતા–પિતા ચિંતામાં મૂકાયા હતાં.પ્રથમ ખાનગી રાહે શોધખોળ કર્યા બાદ તેમણે આ અંગે જેતપુર પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ શ કરી હતી.દરમિયાન સગીરા અને તેને ભગાડી જનાર કિશોર બંને ધોરાજીથી મળી આવ્યા હતાં.જેથી પોલીસે સગીર વયના આરોપી સામે જરી કાર્યવાહી કરી સગીરાને પુછપરછ કરતા તેના પર દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,સગીરા ધોરાજીના આ કિશોર સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરીચયમાં આવી હતી.બાદમાં બંને વાતચીત કરવા લાગ્યા હતાં.મિત્રતા ગાઢ બનતા કિશોર સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.બાદમાં બંને ધોરાજી તથા જુનાગઢ રોકાયા હતાં.જયાં આરોપીએ સગીરા સાથે શરીર સંબધં બાંધ્યા હતાં.પોલીસની તપાસમાં આરોપીના માતા વર્ષાબેન અને તેના પિતા મહેન્દ્રએ પણ ગુનામાં મદદગારી કરી હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ત્રણેય સામે અપહરણ,દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી.પરમાર ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech