જામ્યુકોના ટેકનીકલ કર્મચારીઓ તા. 30 થી ફુંકશે આંદોલનનું રણશીંગુ

  • May 25, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમોશન અને અન્ય પ્રશ્ર્નો ઉકેલવાની મ્યુ. કમિશ્ર્નરની લોલીપોપ બાદ કર્મચારીઓ આક્રમક મુડમાં : 300 થી વધુ કર્મચારીઓ કરશે વર્ક ટુ લ આંદોલન : પ્રમોશન અને અન્ય પ્રશ્ર્નો ઉકેલવામાં કોણ બાધાપ થાય છે તે અંગે કોર્પોરેશનમાં ભારે ચચર્િ : છ મહીના પહેલા ઉકેલ લાવવાની મ્યુ. કમિશ્ર્નરે આપેલી ખાતરીનું શું થયું ?

જામનગર મહાપાલીકાના જેએમસી ટેકનીકલ યુનિયનના 300 જેટલા કર્મચારીઓ આગામી તા. 30 થી ફરીથી આંદોલનનું રણશીંગુ ફુંકશે, સપ્ટેબર મહિનામાં બઢતી, બદલી અને કોન્ટ્રાક બેઇઝ કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ર્ને મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલ દ્વારા ખાતરી અપાઇ હતી પરંતુ યેનકેન પ્રકારે આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કર્મચારીઓ કરી રહયા છે. મહાપાલીકાની મહત્વની ચિફ ઓડીટર, સેક્રેટરી, 3 કાર્યપાલક ઇજનેર, અધિક મદદનીશની 64, જુ.ઇજનેરની 14, વર્ક આસી.ની 53 તેમજ કેટલાક કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને તેમજ અન્ય પ્રશ્ર્નો ઉકેલવા કર્મચારીઓએ મહેતલ આપી છે, બીજી તરફ આંદોલન ન થાય તે માટે પણ પ્રયાસો થઇ રહયા છે, કોઇ પણ પ્રેસને માહિતી આપવાની પણ સત્તાધિશો દ્વારા મનાઇ કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ વખતે શ થના આ આંદોલન ઉગ્ર જોર પકડે તેવી શકયતા છે.

કર્મચારીઓ દ્વારા એવી પણ માંગણી કરાઇ છે કે જામનગર મહાપાલીકાના સેટઅપમાં અનેક જગ્યાઓ ખાલી છે તે અંગે કંઇ પણ જાતની પ્રક્રિયા કરવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહયો છે, એકાદ-બે મિટીંગ થયા બાદ આ પ્રમોશન પ્રકરણ થોભાવી દેવામાં આવ્યું છે, એક ને સાચવવા માટે અનેકને અન્યાય થઇ રહયો હોવાનું પણ ચચર્ઇિ રહયું છે, ચિફ ઓડીટરની મહત્વની જગ્યા લાંબા સમયથી ખાલી છે તો શા માટે ત્યાં કાયમી વ્યકિતની નિમણુંક કરવામાં આવતી નથી, હાલ જયેશ જોશી ચાર્જમાં છે અને તેની નિવૃતીને પણ માત્ર ત્રણેક મહીના જેટલો સમય બાકી છે અને આ વિભાગમાં અન્ય કેટલીક જગ્યાઓ પણ ખાલી ખમ છે ત્યારે ઓડીટ જેવા મહત્વના વિભાગમાં શા માટે જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે એ સમજાતું નથી.

થોડા દિવસ પહેલા યુનિયનના કર્મચારીઓને લોલીપોપ આપીને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બનાવી દેવામાં આવ્યા હતા, ભાવેશ જાની, પી.સી. બોખાણી, મુકેશ વરણવાને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બનાવ્યા છે પરંતુ એવી વિગતો બહાર આવી છે કે હવે મહાપાલીકાનું એક જુથ ડાયરેકટ ભરતીથી કાર્યપાલક ઇજનેરની નિમણુંક કરવા માંગે છે, આ ત્રણેય પાસે સાત-સાત મહીનાથી ઇન્ચાર્જનો ચાર્જ હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ સેક્રેટરી જેવી મહત્વની જગ્યા ઉપર શા માટે કોઇની નિમણુંક કરવામાં આવી નથી.

આ ઉપરાંત નાયબ કાર્યપાલકની 6 જગ્યા, જુ. એન્જી.ની 14, અધિક મદદનીશ ઇજનેરની 64, વર્ક આસી.ની 54, હેલ્થ સુપરવાઇઝરની 3 જગ્યા ખાલી છે જયારે 30 કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કર્મચારીઓને રાખવામાં આવ્યા છે, 121 વર્ક આસી. પણ વર્કચાર્જ છે, મોટાભાગે કોન્ટ્રાકટ બેઇઝથી ભરતી કરીને કામ ચલાવવામાં આવે છે, હેલ્પ સુપરવાઇઝરમાં 9 કર્મચારી 20 વર્ષ કરતા વધારે સમયથી ફરજ બજાવે છે તો તેમને શા માટે પ્રમોશન કરવામાં આવતુ નથી ? વળી કોન્ટ્રાકટ બેઈજ ઉપર રહેલા ફીકસ પગારદાર રોજમદાર કર્મચારીઓને સમાવવા માટે સ્ટે. કમિટીમા બે વખત સુઓમોટો ઠરાવ થયેલ છે, વહિવટી મંજુરી અપાયેલ નથી જેને પાંચ-પાંચ મહીના થઇ ગયા છે.

હવે આંદોલન થાય તેવી પુરી શકયતા છે, બીજી તરફ આંદોલનને દબાવવામાં આવી રહયું હોવાનો પણ આક્ષેપ થઇ રહયો છે, મ્યુ. કમિશ્ર્નરે આ પ્રકરણને ઘ્યાનમાં લઇને નિયમ અનુસાર જે.જે. કર્મચારીઓ પ્રમોશનને પાત્ર હોય તેમજ કેટલાક કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓને કાયમી થાય તેવી શકયતા હોય નિયમ મુજબ આ કાર્યવાહી કરવી જોઇએ પરંતુ આ કાર્યવાહી કરવા માટે કોણ આડુ આવે છે તે સમજાતુ નથી, આમ કોર્પોરેશનના કર્મચારીઓ છ મહીના બાદ ફરીથી  આંદોલન કરવાના મુડમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS