દિલ કે અરમા આંસુઓ મે બહે ગયે....હૃતિક રોશનને મળવા માટે ચાહકે ખર્ચ્યા લાખ રૂપિયા છતાં ન મળ્યો તેમની સાથે ફોટો પડાવવાનો મોકો

  • April 09, 2025 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૃતિક રોશને 5 એપ્રિલના રોજ ડલ્લાસમાં એક ફેન મીટઅપમાં હાજરી આપી હતી. આ મીટઅપ સોફી ચૌધરીએ હોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર આ મીટઅપ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. હૃતિક રોશને પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા. જોકે, કેટલાક ચાહકોને આ મુલાકાતમાં સારો અનુભવ ન થયો. આ કાર્યક્રમ હૃતિકના યુએસ પ્રવાસનો એક ભાગ હતો.


અહેવાલ મુજબ, આ કાર્યક્રમમાં વચન આપવામાં આવ્યું હતું કે ચાહકો હૃતિક રોશનને મળી શકશે પરંતુ ખરાબ મેનેજમેન્ટને કારણે ચાહકોનો અનુભવ સારો ન રહ્યો.


ફેનને હૃતિક​​​​​​​ રોશન સાથે ફોટો ન પડાવી શક્યો

એક ચાહકે VIP એક્સેસ માટે 1.2 લાખ રૂપિયા ચૂકવ્યા પણ તેને હૃતિક  રોશન સાથે ફોટો ન મળ્યો. એક નિરાશ ચાહકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે તેણે હૃતિક​​​​​​​ને મળવા માટે 1.2 લાખ રૂપિયા ખર્ચ્યા પરંતુ 2 કલાક રાહ જોયા પછી પણ તેને હૃતિક સાથે ફોટો ન મળ્યો. ઋતિકે ફક્ત 30 મિનિટ માટે જ પર્ફોર્મન્સ આપ્યું અને હા, તેમણે અમને રિફંડ પણ આપ્યું નહીં. મને હૃતિક ખૂબ ગમે છે પણ આ કાર્યક્રમ બિલકુલ ઓર્ગેનાઈઝડ નહોતો.


ડલ્લાસ ઇવેન્ટ પછી હૃતિક 10 એપ્રિલે ન્યુ જર્સીમાં, 12 એપ્રિલે શિકાગોમાં અને 13 એપ્રિલે બે એરિયામાં ઇવેન્ટ્સમાં હાજર રહેશે.


હૃતિક રોશનની ફિલ્મ વિશે વાત કરીએ તો તે ફિલ્મ વોર 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટ 2025 માં શરૂ થશે. આ ઉપરાંત, તે દિગ્દર્શક તરીકે પણ પદાર્પણ કરી રહ્યો છે. તે ક્રિશ 4 ફિલ્મનું દિગ્દર્શન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application