છેલ્લાં 10 વર્ષમાં ત્રણ દેશમાં ટીમ ઈન્ડિયાએ 25માંથી 3 ટેસ્ટ જીતી

  • June 24, 2021 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું...ન્યુઝીલેન્ડની ટીમે તેના 91 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ICC વર્લ્ડ કપ જીત્યો...ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડ સામે 10 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ મેચ રમી હતી...ત્યારથી અત્યારસુધી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું ન હતું...ટીમ ઈન્ડિયાની છેલ્લાં 10 વર્ષમાં (S) દક્ષિણ આફ્રિકા, (E) ઈંગ્લેન્ડ (N) ન્યૂઝીલેન્ડ (A) ઓસ્ટ્રેલિયા સામે કુલ 25 મેચમાં 18મી હાર છે...એશિયાઈ દેશોમાં ભારતનો રેકોર્ડ S.E.N.માં પાકિસ્તાનથી પણ ખરાબ છે...ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન માત્ર 3 ટેસ્ટ જીતી છે અને 4 ડ્રો રહી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દેખાવ
પાકિસ્તાનની વાત કરીએ તો તેણે છેલ્લાં 10 વર્ષમાં આ 3 દેશમાં 21 ટેસ્ટ રમી છે જેમાંથી તેમણે 4 મેચમાં જીત મેળવી છે....જ્યારે પાકિસ્તાની ટીમે 14 મેચ હારી છે...તેમજ 3 ટેસ્ટ ડ્રો રહી છે... જ્યારે શ્રીલંકાનો રેકોર્ડ પણ આ 3 દેશમાં ભારતથી વધારે સારો રહ્યો છે... ટીમે આ દરમિયાન 24 ટેસ્ટ મેચ રમી છે અને 4માં જીત પ્રાપ્ત કરી છે... 15 મેચમાં શ્રીલંકાની ટીમને હાર મળી અને 5 ડ્રો રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021