પડતર પ્રશ્નોના નિકાલ માટે શિક્ષકો સરકાર સામે લોકશાહી ઢબે લડી લેવાનાં મૂડમા

  • March 06, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત તથા સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા પ્રેરિત ૬ માર્ચે જુની પેન્શન યોજના તેમજ અન્ય પડતર પ્રશ્નો માટે મહામતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લ ાની ટીમ પણ આજે કોડીનાર મુકામે ૬૦૦૦ મત પત્રો છપાવીને દરેક તાલુકાને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે તેમજ દરેક પે સેન્ટર વાઈઝ પ્રીસાઈડિંગ ઓફિસર ની નિમણૂક કરી મહામતદાનમાં તમામ કર્મચારીઓ ૧૦૦ ટકા મતદાન આપે એ માટેનું આયોજન કર્યું છે કર્મચારીઓએ એને જૂની પડતર માગણીઓ અને જૂની પેન્શન યોજના માટે સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે અને આ માટે એક ખૂબ જ મહત્વની લડાઈ તેઓ લડી રહ્યા છે આ તો કે સમગ્ર ગીર સોમનાથમાં કર્મચારીઓ વધુમાં વધુ મહામતદાનમાં ભાગ લે તે માટે ગીર સોમનાથ જિલ્લ ા અધ્યક્ષ વિનોદભાઈ બારડ મહામંત્રી  દિનેશભાઈ મઘા સૌરાષ્ટ્ર સમભાગના સંગઠન મંત્રી જયંતીભાઈ ગોહિલ પ્રાંતના ઉપાધ્યક્ષ દેવાયતભાઈ ભોળા સંગઠન મંત્રી કિશોરસિંહ રાઠોડ તેમજ તમામ જિલ્લ ા કારોબારી સદસ્ય તાલુકા અધ્યક્ષઓ તાલુકા કારોબારી સદસ્ય તેમજ તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ભાગ લે અને કર્મચારીઓ ૧૦૦ ટકા મતદાન કરે તેવું આયોજન કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application