આજે શિક્ષક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને ડૉ.રાધાકૃષ્ણનની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વિદ્વાન હોવા ઉપરાંત કુશળ શિક્ષક પણ હતાં. તમે ઘણા કલાકારોને ઓનસ્ક્રીન શિક્ષકની ભૂમિકા ભજવતા જોયા હશે અને તમને તે પસંદ પણ આવ્યા હશે. પરંતુ આજે અમે તમને કેટલાક રિયલ લાઈફ શિક્ષકો વિશે જણાવીશું જે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ખરેખર શિક્ષક હતા. તેમણે વાસ્તવમાં બાળકોને શીખવ્યું અને તાલીમ આપી છે.
બાળકનું ભવિષ્ય ઘડવાનું અને ઉજ્જવળ કરવાની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકો માત્ર બાળકોને વધુ સારા માણસો બનવામાં મદદ કરતા નથી.પરતું સામાજિક શિક્ષણ પણ આપે છે.
આજે અમે તમને બોલીવુડના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવીશું જે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા કુશળ શિક્ષક હતા.
કિયારા અડવાણી
કિયારા અડવાણી હાલમાં બી ટાઉનની જાણીતી અભિનેત્રી છે. 2014 માં ફુગલી સાથે ડેબ્યુ કરતા પહેલા અભિનેત્રી નર્સરી સ્કૂલમાં શિક્ષિકા હતી. એક ઇન્ટરવ્યુમાં, કબીર સિંહ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેની માતાની એક નર્સરી સ્કૂલ છે જ્યાં તે બાળકોને ભણાવતી હતી અને તેણે તેમના ડાયપર પણ બદલી હતી.
અક્ષય કુમાર
અક્ષય કુમાર તેની શાનદાર ફિઝિક અને વર્કઆઉટ માટે જાણીતો છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર સ્ટંટ પણ કર્યા છે. આ સિવાય તે તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ ધારક પણ છે. થાઈલેન્ડમાં રહીને તેણે માર્શલ આર્ટ પણ શીખી. અભિનય ક્ષેત્રે પદાર્પણ કરતા પહેલા તેઓ મુંબઈમાં માર્શલ આર્ટ શીખવતા હતા.
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાને ડાન્સનો ખુબ જ શોખ છે. તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકપ્રિય ગીતો પર કોરિયોગ્રાફ કરેલા વીડિયો શેર કરે છે. એક્ટિંગ શરૂ કરતા પહેલા દંગલ ગર્લ દિલ્હીની એક સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતી હતી.
નંદિતા દાસ
નંદિતા દાસને હંમેશા શિક્ષણ અને થિયેટરમાં રસ છે. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા, તેણીએ આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં પાર્ટ-ટાઇમ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું.
શ્વેતા બચ્ચન
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા ભલે વ્યવસાયે ફેશન ડિઝાઈનર હોય પરંતુ લગ્ન પહેલા તે કિન્ડરગાર્ટનમાં બાળકોને પણ ભણાવતી હતી.
ચંદ્રચુર સિંહ
ફિલ્મ માચીસથી કારકિર્દીની શરૂઆત કરનાર ચંદ્રચુડે દેહરાદૂનમાં સંગીત શિક્ષક તરીકે કામ કર્યું હતું.
અનુપમ ખેર
બોલીવુડમાં પોતાની અભિનય કૌશલ્ય ફેલાવી રહેલા અનુપમ ખેર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા છે. અભિનેતા હોવા ઉપરાંત અનુપમ ખેર એક શિક્ષક છે અને પોતાની એક્ટિંગ સ્કૂલ ચલાવે છે. અભિનેતાઓ પણ અહીં અભિનયના ક્લાસ આપે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech