દેવભૂમિ દ્વારકા જિલ્લાની શ્રી કુરંગા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા તન્વીબેન અરવિંદભાઈ કાસુન્દ્રાએ શિક્ષણ ક્ષેત્રના ખુબ ટૂંકા સમયગાળામાં શિક્ષણ સંદર્ભેની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. ગાંધીનગરથી 484 કિમી દુર આવેલા દ્વારકા તાલુકાના દરિયાકાંઠાના ગામ કુરંગામાં આધુનિક શાળા સાથે મુલ્યલક્ષી ઉત્તમ શિક્ષણ બાળકો મેળવી રહ્યા છે. જેની નોંધ રાજ્યકક્ષા સુધી લેવાઈ રહી છે.
શાળામાં પ્રવેશતા જ આંખો સામે દ્વારકાધીશનું મોરપીંછ દ્રશ્યમાન થાય છે જેમાં શાળાનુ સ્લોગન - || સા વિદ્યા યા વિમુક્તયે || એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા. શાળામાં અભ્યાસ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે પર વધુ ભાર મુકાઇ રહ્યો છે. શાળાના બાળકો રમતગમત, ગાયન, વાદન, લેખન, વક્તૃત્વ, ચિત્ર વગેરે ક્ષેત્રોમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
શાળાની સિદ્ધિઓ પણ અનેક છે. છેલ્લા વર્ષોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ચિત્ર પરીક્ષામાં 12 બાળકો ઉત્તિર્ણ થયા હતા. વિજ્ઞાન મેળામાં જિલ્લા કક્ષા સુધી કૃતિ પસંદગી પામેલી હતી, જિલ્લા કક્ષાની તમામ 1 થી 12 ધોરણ સુધીની સરકારી- ખાનગી શાળાઓમાંથી પ્રથમ ક્રમાંકે શાળા સ્વચ્છતા પુરસ્કાર શાળાને પ્રાપ્ત થયો હતો, પુરસ્કારમાં મળેલી ધનરાશીમાંથી બાળકના વિકાસ હેતુ ડમ્બલ્સ - લેઝીમ બાળકો માટે છે. ગુજરાત રાજ્યના ધોરણ 8 થી 12 ના કુલ 20 વિધાર્થીઓ ફીટ ઈન્ડીયા ક્વિઝ માં ઉત્તિર્ણ થયા જેમાં કુરંગા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ધોરણ -8 માંથી ઉત્તિર્ણ થયેલ હતી. આ સાથે જ ખેલમહાકુંભમાં વિવિધ વ્યક્તિગત એથલેટિક માં બાળકો સિદ્ધ મેળવી રહ્યા છે. સાથે જ ખેલ સાથે કલા મહાકુંભમાં પણ બાળકો પોતાની કલામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.
શાળા સાથે જ શાળા આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાએ પણ અનેક વ્યક્તિગત એવોર્ડ મેળવેલાં છે. તેમજ એક શિક્ષક હોવા સાથે તેઓ એક સારા લેખક, કવિ, ગાયક, અને ચિત્રકાર પણ છે. બાળકો માટે વધારે સારું શું થઈ શકે તેવા સતત ચિંતન સાથે તેઓ બાળકો માટે બાળગીતો લખી , શિક્ષણને વધું રસપ્રદ બનાવી રહ્યા છે. "સમય હોય કે મુડી, બાળકોમાં રોકાણ કરવા જેવું શ્રેષ્ઠ રોકાણ બીજું કોઈ નથી." તેમનું આ વાક્ય શિક્ષણ માટેના તેમના પ્રયાસો વિશે ઘણું સુચકાર્થ છે.
શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ શિક્ષકોએ શિક્ષક દિન નિમિત્તે આદર્શ સમાજ ઘડતર માટે ઉમદા પ્રયાસો કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech