BREAKING NEWS

બ્લેકમેઇલિંગ, ધમકીથી ૪.૨૫ લાખ પડાવી -લેવાના ગુનામાં શિક્ષિકાના જામીન મંજૂર

  • April 20, 2026 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.૪.૨૫ લાખ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલી શિક્ષિકાની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરમાં રહેતી પીડિતા યુવતીએ મોરબી જિલ્લાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિ ઘેટિયા અને પડધરી તાલુકાની રોહિશાળા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુકેશ સોલંકીએ દુષ્કર્મ ગુજારી બંનેએ બ્લેકમેઈલિંગ કરી ધમકી આપ્યા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બંનેએ એક સંપ કરી વારંવાર દુષ્કર્મનો શિકાર બનાવી હતી. યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ન્યૂડ ફોટો અને વીડિયો બનાવ્યા હતા. આ વીડિયો સાથે તેને બ્લેકમેઇલિંગ કરતા હતા, જો કોઈને કહીશ તો વીડિયો -ફોટો વાયરલ કે જાહેર કરવાની ધમકી આપી ૪.૨૫ લાખથી વધુની રકમ પડાવી હતી. આ રીતે પીડિતાના લગ્ન નક્કી થઈ ગયા હતા, તે પણ રોકાવ્યા હતા, બાદ ચાર્જિંગ વાયરથી માર માર્યો હતો. યુનિવર્સિટી પોલીસે શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી છે. મહિલા પ્રિતીબેન ઘેટીયાના સેશન્સ કોર્ટે જામીન રદ કરતા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજૂઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ હાઈકોર્ટે પ્રીતિબેન ઘેટીયાને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં પ્રીતીબેન ઘેટીયા વતી એડવોકેટ અમિત ગડારા, હાઈકોર્ટમાં એડવોકેટ ડેનીશ એ. વિરાણી અને સંદીપભાઈ પટેલ રોકાયા હતા....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application