કરદાતાઓને મળશે કયુઆર કોડ સાથેનું નવું પાન કાર્ડ: નહીં ચૂકવવો પડે કોઈ ચાર્જ

  • November 26, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલ પાન કાર્ડ હવે કયુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ) એ પાન ૨.૦ પ્રોજેકટ શ કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાનનો ઉપયોગ કરવાનો છે. સરકાર આ પ્રોજેકટ પર કુલ ૧૪૩૫ કરોડ પિયાનો ખર્ચ કરશે.
પાન ૨.૦ પ્રોજેકટ ટેકનોલોજી દ્રારા કરદાતાઓની નોંધણી સેવાઓમાં મોટો ફેરફાર લાવવામાં મદદ કરશે. કરદાતાઓને અનેક પ્રકારના લાભ મળશે. જેમાં તેઓ સરળતાથી સેવાઓ મેળવી શકશે, સેવાઓની ડિલિવરી ઝડપી થઈ શકશે, ગુણવત્તામાં સુધારો થશે, તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, ડેટા સુરક્ષિત રહેશે, ઈકો ફ્રેન્ડલી પ્રક્રિયા ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. પાનનો ઉપયોગ સરકારી એજન્સીઓની ડિજિટલ સિસ્ટમ માટે એક સામાન્ય ઓળખકર્તા તરીકે કરવામાં આવશે જે સરકારના ડિજિટલ ઈન્ડિયા વિઝન સાથે પણ સુસંગત છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પાન ૨.૦ પ્રોજેકટ હેઠળ કરદાતાઓને કયૂઆર કોડ સાથેનું નવું પાન કાર્ડ મફત આપવામાં આવશે.
પાન ૨.૦ પ્રોજેકટએ કરદાતાઓના સારા ડિજિટલ અનુભવ માટે પાન ટાન સેવાઓના ટેકનોલોજી–આધારિત પરિવર્તન દ્રારા કરદાતાઓની નોંધણી સેવાઓની વ્યવસાય પ્રક્રિયાને ફરીથી એન્જિનિયર કરવા માટેનો એક ઇ–ગવર્નન્સ પ્રોજેકટ છે. સરકારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હાલના પાન  ટાન ૧.૦ ફ્રેમવર્કનું અપગ્રેડેડ વર્ઝન હશે જે પાન વેરિફિકેશન સેવાને કોર અને નોન–કોર પાન  ટાન પ્રવૃત્તિઓ સાથે પણ એકીકૃત કરશે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ ૭૮ કરોડ પાન જારી કરવામાં આવ્યા છે, જેમાંથી ૯૮ ટકા પાન વ્યકિતગત સ્તરે જારી કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News