જામનગર મહાપાલિકા ૨૦૨૬-૨૭નું રૂ.૧૮૬૦ કરોડનું ડ્રાફટ બજેટ ગઇકાલે મ્યુ. કમિશનરે સ્ટે.કમિટીમાં રજુ કર્યું હતું. જેમાં વર્ષ દરમ્યાન ૧૭૪૪.૪૦ કરોડની આવક, ઉઘડતી સિલક ૨૧૪૭.૫૯ કરોડ અને ૨૮૭.૫૯ કરોડની દર્શાવાઇ છે. ખાસ કરીને પાણી વેરામાં રૂ.૧૦૦ અને સ્લમ વિસ્તારમાં રૂ.૫૦, ભૂગર્ભ ગટર કનેકશન ચાર્જમાં રેસીડન્ટમાં રૂ.૩૦૦ અને નોન રેસી.માં રૂ.૫૦૦ દર્શાવાયો છે. જયારે રણમલ તળાવની ફીમાં રૂ .૫, લેઝર શોમાં રૂ.૧૫, ઇવનીંગ પાસમાં રૂ.૧૦૦ અને સ્ટ્રીટ લાઇટમાં રૂ.૧૦૦નો વધારો ઝીંકાયો છે. કેટલાક નવા આયોજનો પણ કરવામાં આવ્યા છે. કુલ ૯.૧૦ કરોડનો વેરો સુચવાયો છે. તેમાં વ્હીકલ ટેકસમાં ૦.૩૦ કરોડ, વોટર ચાર્જમાં રૂ.૧.૨૫ કરોડ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં રૂ. ૨.૫૦ કરોડ, એનવાયરમેન્ટ ગ્રીનહરી ચાર્જમાં રૂ.૦.૯૦ કરોડ, સ્ટ્રીટ લાઇટ યુઝર્સમાં રૂ.૩ કરોડ અને અન્ય કરમાં ૦.૨૫ કરોડ સુચવાયા છે.
આ બજેટમાં વોટર વર્કસની વાત કરીએ તો હાલ છ ઝોનમાં ડેઇલી પાણી વિતરણ ચાલુ છે અને સમયાંતરે દરરોજ પાણી વિતરણ કરાશે. તેમજ ૧૪૦ કરોડનાં કામો હાથ ઉપર લેવાયા છે. ઉંડ ૧ ડેમ પમ્પીંગ મશનીરી અને ઇલેકટ્રો મીકેનીકલનું કામ રૂ.૧૦.૯૧ કરોડ,૩૦૦ એમ.એમ. ડાયાપાઇપ ખીજડીયા પંપથી સ્મશાન ચોકડી સુધી અને ફીલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી સુધી રૂ.૨૯.૮૧ કરોડ, સસોઇ ડેમથી દરેડ જી.આઇ.ડી.સી. સુધી રૂ. ૩૬ કરોડ, અને નવા ડેવલોપ એરીયા રૂ. ૨૫ કરોડ, નગર સ્ટેટ હાઇવે એરીયા રૂ.૨૫ કરોડ, ઇલેકટ્રીક વર્કસ રૂ. ૫ કરોડ, કલોરીનેશન રૂ. ૫ કરોડ, અને આર.સી.સી. સમ્પ બનાવવા રૂ.૫ કરોડ દર્શાવાયા છે.
બજેટમાં ભુગર્ભ ગટર કનેકશન ચાર્જ ૧૨૦૦માંથી ૧૫૦૦ કરવા અને નોન રેસી. માં રૂ.૨૫૦૦માંથી ૩૦૦૦ કરવા દરખાસ્ત કરાઇ છે. નેટવર્ક કામગીરી માટે રૂ.૩ કરોડ, જી.આઇ.ડી.સી. સી.ઇ.પી.ટી. બનાવવા રૂ. ૨૦ કરોડ, નવા વિસ્તારમાં લાઇન નેટવર્ક માટે રૂ.૧૨૦ કરોડ અને ધુંવાવ ખાતે એમએલડી એસટીપી રૂ.૧૪૦ કરોડની દરખાસ્ત છે. આ ઉપરાંત પબ્લીક સ્ટ્રીટ લાઇટ માટે પણ આયોજન છે. રહેણાંકમાં લાઇટ ચાર્જ ૧૦૦ ને બદલે ૨૦૦ બીન રહેણાંકમાં રૂ.૨૦૦ ને બદલે ૩૦૦ અને ઇન્ડસ્ટ્રી એરીયામાં રૂ.૪૦૦ સુચવાયા છે. સમર્પણ સર્કલથી બેડી રીંગ રોડ માટે રૂ. ૮૦લાખ, ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ સુધી ૫૦લાખ, ખંભાળીયાથી બાયપાસથી એરપોર્ટ સુધી ૫૦ લાખ, ૪૯ દિ.પ્લોટથી જ્ઞાનશકિત સર્કલ સુધી અને આશીર્વાદ બ્રીજથી રાજકોટ રોડ સુધી રૂ.૩૦ લાખ અને રાજકોટ રોડથી ધોરીવાવ સુધી ૪૦ લાખ ફાળવાયા છે.
બજેટમાં ગયા વર્ષે માથાદીઠ આવક ૮૩૫૭ હતી જયારે ૨૦૨૬-૨૭નાં બજેટમાં ૮૮૯૩ દર્શાવાઇ છે. જયારે માથાદીઠ દેવુ ગયા વર્ષે ૧૩૯૨૯ હતું આ વખતે ૧૬૮૪૬ દર્શાવાયુ છે. કોર્પોરેશનની જવાબદારીમાં મુદલ ૬૬૧૫૮.૭૨ વ્યાજ ૩૬૫૪૨.૯૭ અને કુલ ૧૦૨૭૦૧.૬૯ દર્શાવાયુ છે. આગામી દિવસોમાં ૫૦ નવી ઇલેકટ્રોનીક બસ શરૂ કરાશે તેવુ પણ કમિશનરે જાહેરાત કરી છે. અને ચેલામાં નવુ સ્મશાન બનશે તેવી પણ જાહેરાત કરી છે. આ વર્ષે પણ વિવિધ યોજના ચાલુ રખાશે.
રૂપિયો કયાંથી આવશે અને કેમ વપરાશે
જામ્યુકોનાં બજેટમાં કેમ આવશે અને કેવી રીતે વપરાશે તે જોતાં મહેસુલી આવકમાં ૨૨ પૈસા ટેકસ વગરની આવકમાં ૪૦ પૈસા, એજયુકેશન ટેકસ અને લેબર વેલફેર ટેકસમાં રૂ. ૦.૬પૈસા, ઓકટ્રોય ગ્રાન્ટની આવકમાં રૂ. ૦.૭ પૈસા, અન્ય ગ્રાન્ટ આવકમાં ૧૯ પૈસા જેની સામે એસ્ટાબ્લીસમેન્ટ ખર્ચમાં ૧ પૈસા, વહીવટી ખર્ચ ૨ પૈસા, સફાઇ ૨૭ પૈસા, મરામત નિભાવ ૧૫ પૈસા, મહેસુલી ગ્રાન્ટ ૧૬ પૈસા, એજયુકેશન શેષ અને લેબર વેલફેર સરકારમાં જમા ૫ પૈસા, પ્રોગ્રામ ખર્ચ ૨ પૈસા, જાહેર શિક્ષણ ખર્ચ ૪ પૈસા, પરચુરણ પૈસા ૪ પૈસા, કેપીટલ ખાતે ટ્રાન્સફર ખર્ચ ૩ પૈસા.