વેલ્ડિંગ વર્કસ પેઢીના નામે અલગ અલગ બોગસ પેઢીના નામે ટેકસ ક્રેડિટનું કૌભાંડ

  • March 10, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભેસાણમાં વેલ્ડીંગ વર્કસની પેઢીના સીએએ બનાવટી જીએસટી બિલ બનાવી અલગ અલગ પેઢીના નામે ક્રેડિટ આપી કમિશન મેળવવા પેઢી સાથે ૨૧ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
     ટેકસ ક્રેડિટ મેળવવા બનાવટી જીએસટી નંબર તથા કંપની ઊભી કરી છેતરપિંડીના બનાવો અવારનવાર બનતા હોય છે .ભેસાણમાં ખેત ઓજાર બનાવતી પેઢીના સીએએ ટેકસ ક્રેડિટ મેળવવા પેઢીના જીએસટી નંબરનો ઉપયોગ કરી ખોટા બિલ બનાવી અલગ અલગ પેઢીના નામે ક્રેડિટ આપી કમિશન મેળવી પેઢી સાથે .૨૧ લાખની વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં જીએસટી ટેકસ થી બચવા ક્રેડિટ મેળવવા સીએ દ્રારા અલગ અલગ પેઢીના નામે ક્રેડિટ આપી હોય જેથી પોલીસે ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    આ અંગે ભેસાણ પોલીસ માંથી પ્રા વિગત મુજબ વેચાણના અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને વિશ્વકર્મા વેલ્ડીંગ વર્કસ ખેત ઓજારના સાધનો બનાવી વેચાણ કરતા  વિપુલભાઈ કિરીટભાઈ આસોડિયાની પેઢીમાં સીએ તરીકે કામ કરતા ચણાકા ગામના ચિત ધનજીભાઈ માંડવીયા સામે નોંધાયેલી ફરિયાદમાં ચિત ભાઈએ વિપુલભાઈ ની પેઢીએ કોઈપણ ખેત ઓજાર સાધનોનું વેચાણ કે સિમેન્ટની લે વેચ નો ધંધો કરેલ ન હોય તેમ છતાં સિમેન્ટના બીલો બનાવટી બનાવી તેના સાચા તરીકે ઉપયોગ કરી કમિશન મેળવવાની સહાયમાં અન્ય પેઢી માં ખોટી એન્ટ્રી કરી પેઢીના જીએસટી નંબરના આધારે ખોટી ક્રેડિટ મેળવી કમિશન મેળવ્યા મેળવી .૨૧.૬ લાખની ક્રેડિટ મેળવી વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા ભેસાણ પોલીસે સીએ ચિત માંડવીયા સામે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ ગગન્યાએ હાથ ધરી છે.
    ભેસાણ પીઆઈ ના જણાવ્યા મુજબ પેઢીના જીએસટી નંબર નો દુપયોગ કરી ટેેકસ ક્રેડિટ મેળવવા અન્ય પેઢીમાં ખોટી એન્ટ્રીઓ દર્શાવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે કઈ કઈ પેઢીઓના નામે વ્યવહાર થયા છે અને ખરા અર્થમાં તે પેઢી છે કે કેમ તે અંગે ઐંડાણપૂર્વકની તપાસ શ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application