રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની માફક જ આ વર્ષે પણ વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને ૧૦ ટકા વળતર આપવાની યોજના ટૂંક સમયમાં અમલી થશે. આજે બપોર બાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળનારી મિટિંગમાં વેરા વળતર યોજના ક્યારથી અમલી કરવી તેની તારીખ ફાઇનલ થશે. સામાન્ય રીતે દર વર્ષે આ યોજના એપ્રિલ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં અમલી થઇ જતી હોય છે પરંતુ આ વર્ષે થોડી વિલંબિત થઇ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંતે રિકવરીના લેટેસ્ટ ડેટાબેઝ અનુસાર શહેરમાં મિલકતોની કુલ સંખ્યા ૫,૯૪,૦૦૦ થઇ છે જે અગાઉના વર્ષમાં ૫,૫૭,૦૦૦ હતી.એક વર્ષમાં મિલકતોની સંખ્યામાં અંદાજે ૩૭,૦૦૦ જેટલો વધારો થયો છે. ચાલુ વર્ષનો વેરા વસુલાતનો ટાર્ગેટ ૪૫૦ કરોડ નિર્ધારિત કરાયો છે, જે ગત વર્ષથી રૂ.૪૦ કરોડ વધુ છે.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કતવેરો ભરનાર મિલ્કતધારકને ૧૦ ટકા વળતર તથા મહિલા મિલ્કતધારકોને વધારાના પાંચ ટકા વળતર (કુલ ૧૫ ટકા) અને તા.૧ થી ૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને પાંચ ટકા અને મહિલા મિલ્કતધારકને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. ઓનલાઇન વેરો ભરપાઇ કરનાર મિલ્કત ધારકોને વિશેષ એક ટકા વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા વળડર તેમજ ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે.
૩૧ મે સુધી સુધી ૧૦ ટકા વળતર
(૧) ૩૧ મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૧૦ ટકા વળતર આપવામાં આવશે.
(૨) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે.
(૩) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ એક ટકા વળતર આપવામાં આવશે.
(૪) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા વળતર આપવામાં આવશે.
(૫) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે.
તા.૧ જુનથી ૩૦ જુન પાંચ ટકા વળતર
(૧) તા.૧ જુનથી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા ઉપર પાંચ ટકા વળતર આપવામાં આવશે.
(૨) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે.
(૩) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ એક ટકા આપવામાં આવશે.
(૪) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા આપવામાં આવશે.
(૫) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech