તેઓ કહે છે તમે જતા રહ્યા... ટાટાની ગર્લફ્રેન્ડ સિમી ગરેવાલની ભાવુક પોસ્ટ

  • October 10, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જ્યારે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે, ત્યારે તેમની જૂની મિત્ર અને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સિમી ગરેવાલ પણ તેમના નિધનથી દુ:ખી છે. પીઢ અભિનેત્રીએ રતન તાતા સાથેની તસ્વીર સાથે ભાવુક પોસ્ટ શેર કરી છે.
રાતા ટાટાના નિધનના આઘાતજનક સમાચાર મળતા જ તેમને અલવિદા કહેવા સોશીયલ મીડિયા પર લોકોનો ધસારો થયો હતો. સિમી ગરેવાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર રતન ટાટા માટે એક નોટ પણ લખી છે. જેમની સાથે તેમનો ઊંડો ઈતિહાસ છે. તેમને અંતિમ ’વિદાય’ આપતા તેમણે લખ્યું, વો કહતે હૈ તુમ ચલે ગયે..... તમારી ખોટ સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે...ખૂબ મુશ્કેલ...વિદાય મારા મિત્ર...રતન ટાટા.
2011માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સિમીને રતન ટાટા સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર સિમીએ સ્વીકાર્યું હતું કે તેણી અને રતન તાતાનો એક ઇતિહાસ છે.  તેની પ્રશંસા કરતાં તેણીએ કહ્યું હતું કે, રતન અને હું ઘણા પાચલ નીકળી ગયા છીએ. તે પરફેક્શન છે, તેની પાસે રમૂજની સારી સમજ છે, તે નમ્ર અને સંપૂર્ણ સજ્જન છે. પૈસા ક્યારેય તેનું પ્રેરક બળ નથી રહ્યા. તે ભારત કરતા વિદેશમાં વધુ રીલેક્સ રહે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application