તસ્લીમા નસરીને શાહને કરી આજીજી, મને ભારતમાં રહેવા દો

  • October 22, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનએ અમિત શાહને અપીલ કરી છે કે મને અહી રહેવા દો, હું હું તમારી સરકારની આભારી રહીશ. અહી જણાવી દઈએ કે તસ્લીમા નસરીનની ભારતીય નિવાસ પરમિટ જુલાઈમાં સમાપ્ત થઈ ગઈ છે અને ગૃહ મંત્રાલય તેનું નવીકરણ કરી રહ્યું નથી અને બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા પછી મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં હિંદુ ઓ પર વ્યાપક હુમલા થઈ રહ્યા છે, અસલામતી અનુભવી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકાની અહી રહેવા દેવાની ગુહાર પર શું નિર્ણય લેવાય છે તેના પર સહુની નજર છે.
બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેણે ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગી છે. તેણે પોતાના એક્સ હેન્ડલ પર અમિત શાહને મદદ માટે અપીલ કરી છે. તેણે લખ્યું હતું કે તેની ભારતીય નિવાસ પરમિટ જુલાઈમાં સમાપ્ત થઈ ગઈ છે.તેણે ભારતને પોતાનું બીજું ઘર ગણાવ્યું. તેણે કહ્યું કે તે ખૂબ જ નારાજ છે કે તેની પરમિટ રિન્યુ કરવામાં આવી રહી નથી. તસ્લીમાએ અમિત શાહને વિનંતી કરી કે જો સરકાર તેમને ભારતમાં રહેવાની પરવાનગી આપે તો તેઓ તેમની આભારી રહેશે.તસ્લીમા નસરીને જણાવ્યું હતું કે ભારતમાં તેમની રહેઠાણ પરમિટ 27 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ પછી, અનેક પ્રયાસો છતાં, ભારત સરકાર દ્વારા તેનું નવીકરણ કરવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે તસ્લીમા તેના નીડર લેખન માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે કોમવાદના કટ્ટર ટીકાકાર છે. તસ્લીમા 1994થી ભારતમાં રહે છે. તે મૂળ બાંગ્લાદેશની છે પરંતુ બાંગ્લાદેશમાં મહિલાઓની સમાનતા પર સાંપ્રદાયિકતા અને ઇસ્લામિક કટ્ટરપંથીઓની સતત ટીકાને કારણે તેણે દેશ છોડવો પડ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application