ધોરાજી તાલુકામાં આવેલ પાટણવાવનો ઓસમ ડુંગર અનેક રીતે પ્રખ્યાત છે, પ્રાચીન કાળ સાથે અને મહાભારતની કથા સાથે જોડાયેલ છે આ ડુંગરની લોકવાયકા, આ ડુંગર ઉપર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, ચારે બાજુ વનરાઈઓ અને ડુંગરની વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવ ના આ મંદિરનું મહત્વ ખુબજ છે, ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ મહાભારત કાળ અને પાંડવો સાથે જોડાયેલ છે, પાંડવો જયારે અજ્ઞાત વાસ માં હતા ત્યારે અહીં આવી ને રહ્યા હતા અને કહેવાય છે કે આ મહાદેવના મંદિર માં તેવો પૂજા પણ કરતા હતા, ટપકેશ્વર મહાદેવની બાજુમા ભીમ થાળી છે કહેવાય છે કે ભીમ આ થાળીમા જમતા હતા હજુ પણ આ થાળી તેમજ છે બાજુમા ધોધ પણ આવેલો છે શ્રદ્ધાંલુ અહીં ચોમાસામા ધોધ જોવા માટે દુરદૂરથી આવે છે જયારે અતરી ઋષિ એ અહીં તપ કરતા હતા ત્યારે તેવોના તપોબળથી અહીં મહાદેવ અને ઉપલી ટોચ ઉપર માત્રી માતા ને જાગૃત કરીને અહીં તેવોને બિરાજમાન કર્યા હતા અને ત્યારે જ તેવોએ અહીં મહાદેવની પણ સ્થાપના કરી હતી, અહીં ગુફાની મહાદેવ બિરાજમાન થયા છે, અને થોડેક ઉપર માત્રીમા બિરાજમાન છે કહેવાય છે કે ઓષમ પર્વતને હિંદમ્બા વન પણ કહેવાય છે ઓષમ પર્વત નામ સુંદર છે ઓ એટલે ૐ બહારથી આખો પર્વત ઉપર નજર નાખો એટલે ૐ આકારનો પર્વત દેખાય એટલે ઓસમ નામ પડું અને મહાદેવ ઉપર સતત પાણીનો સ્વયંભૂ અભિષેક થતો રહે છે, પર્વત ઉપરથી વનસ્પતિના મૂળમાંથી પાણી સતત વહીને અહીં મહાદેવની લિંગ ઉપર સતત અભિષેક કરતું રહે છે જેને લઈને આ મંદિરનું નામ પણ ટપકેશ્વર મહાદેવ પડું છે અને શ્રદ્ધાળુ અહીં આસ્થા સાથે દર્શન કરીને ધન્ય થાય છે ચારેબાજુ વનરાઈ હોય, અવનવા ફલો નું વન પહાડો વચ્ચે આવેલ ટપકેશ્વર મહાદેવનું મંદિરનું વાતાવરણ તો મનમોહક છે, અહીં પગ મુકતાજ મન પ્રફુલ્લિ ત થઇ જાય છે, જયારે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા તે પણ લ્હાવો છે અને શ્રદ્ધાળુઓ દર્શન કરવાથી અહીં તમામ દુ:ખો ભૂલી જાય છે અને તેવોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવું આ મહાદેવનું માહાત્મીય છે અને મોટા પ્રમાણમાં આસ્થાળુઓઓ અહીં દર્શન કરવા અને પ્રકૃતિ નો આનદં લેવા આવે છેટપકેશ્વરથી થોડાક પગથિયાં ઉપર જાવ તો અહીં માત્રી માતાજીનું મંદિર આવેલ છે અને અહીં દર ભાદરવી અમાસને દિવસે સૌથી મોટો મેળો ભરાય છે ત્રણ દિવસ મેળામાં અનેક લોકો મૈત્રી માતાજીના દર્શન કરેછે અહીં વસ્તા અનેક સમાજ લોકો માત્રી માતાજીને પોતાના ઇષ્ટ્રદેવ માનતા હોઈ ભાદરવી અમાસના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે
ઓસમ પર્વત ચોમાસા દરમ્યાન કુદરતની સોળે કળાયે ખીલી ઉઠે છે અને ચારે બાજુ ડુંગર ઉપર રમણીય નજારો જોવા મળે છે ઓસમ પર્વત મહાભારત સમય સાથે સંકળાયેલ હોઈ અનેક મહાભારત કાળની યાદો હજી પણ પર્વત ઉપર નજર પડે છે લોકો ચોમાસા માં અહીં ટપકેશ્વર ધોધ અને નીચે આવેલ ધોબી પાટના અદભુત ધોધ નો નજારો જોઈ લોકો અચબીત થઇ જાય છે ઓષમ પર્વતનો બહારથી ૐ જેવો ઘાટ હોઈ તેથી લોકો તેમણે ઓસમ પર્વત કહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech