ફિલ્મી પડદે પહેલી વખત સાથે જોવા મળશે તાપસી પન્નુ અને 'સ્કેમ 1992' ફેમ પ્રતિક ગાંધી 

  • February 23, 2021 03:03 PM 246 views

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નૂ હાલમાં બોલિવુડની સૌથી વ્યસ્ત હિરોઈનમાંની એક છે. 2019માં તાપસીની બે ફિલ્મો 'સાંઢ કી આંખ' અને 'મિશન મંગલ' રિલીઝ થઈ હતી. જે પછી વર્ષ 2020માં તાપસીની ફિલ્મ 'થપ્પડ' રિલીઝ થઈ હતી. પછી કોરોનાની મહામારીને કારણે થિયેટર બંધ થઈ ગયા હતા. જો કે હવે તાપસી બેક ટુ બેક 4 ફિલ્મોમાં નજર આવશે. દરમિયાન તેની પાંચમી ફિલ્મની પણ જાહેરાત થઈ ગઈ છે.

 

તાપસી પન્નુ નિર્દેશક અરશદ સઈદની ફિલ્મ 'વો લડકી હૈ કહાં'માં મુખ્ય પાત્ર નિભાવતી જોવા મળશે. જ્યારે પ્રતિક ગાંધી લીડ એક્ટર તરીકે જોવા મળશે. પ્રતિક છેલ્લે સોની લિવ પર રિલીઝ થયેલી 'સ્કેમ 1992'માં નજર આવ્યો હતો. 

 

'વો લડકી હૈ કહાં?' એક ઈન્વેસ્ટીગેટીવ કોમેડી ફિલ્મ હશે, જે મિડલ ઈન્ડિયામાં સેટ થયેલી છે. આ ફિલ્મમાં તાપસી એક ચુલબુલી પોલીસ અધિકારીનું પાત્ર ભજવતી જોવા મળશે. તો પ્રતિક ગાંધી મહત્વના પાત્રમાં જોવા મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application