વીરપુરમાં દોઢ ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખૂલી: માર્ગો ઉપર ગોઠણડૂબ પાણી

  • June 21, 2021 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં આજે સતત ત્રીજા દિવસે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થતા જ રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યા હતા. રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. માત્ર દોઢ ઈંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા હતા.જેમાં હાઇવે પરથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ જતા રસ્તામાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું હતું જેમને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો તો બીજી તરફ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.વીરપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.


વિરપુરમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે.આથી વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી જ્યારે વિરપુરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો સતત ત્રીજા દિવસે વિરપુરમાં મેઘસવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી,


સતત ત્રણ દિવસથી વિરપુર પર મેઘરાજા મહેરબાન થતા વિરપરમાં ૧૮ જૂને સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધીધીધારે વરસાદ વરસી પડ્યો હતો. 
જે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ૧૯ જૂનના રોજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજે દોઢ કલાક મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેને લઈને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે ૨૦ જૂને સવાર થી વરસાદ વરસતા જ દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો ભારે વરસાદને લઈને યાત્રાધામ વિરપુરમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યાં,ગોઠણડૂબ પાણીમાં વાહનચાલકો પરેશાન તો ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS