દ્વારકાના રૂપેણ બંદરે આવેલ ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર દ્વારા ર00થી વધુ આસામીઓને નોટીસ

  • June 07, 2021 11:26 AM 

રેસીડેન્શીયલ દબાણકોરોને પણ નોટીસની કામગીરી ચાલુ

દ્વારકા પાસેના રૂપેણ બંદર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવા અંગે તંત્ર દ્વારા ર00થી વધારે આસામીઓને નોટીસ ફટકારવામાં આવતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. રૂપેણબંદર વિસ્તારમાં પાલીકા તેમજ સરકારી જમીન પર કોમર્શીયલ સહિત મસમોટા બાંધકામો સહિતના દબાણો ખડકાઇ ગયા હોય જે અંગે જિલા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી નાયબ કલેકટર નિહાર ભેટારીયા, મામલતદાર કેશવાલા તેમજ નગરપાલીકા ચીફ ઓફીસર ચેતન ડુડીયાની ટીમ દ્વારા દબાણો દૂર કરવા નોટીસો ફટકારવામાં આવી છે.

પોલીસના ધાડા ઉતરતાં વેપારીઓમાં ફફડાટ

તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધર્યે નોટીસ પાઠવેલ દુકાનદારોના સમૂહ દ્વારા તંત્ર પાસે થોડા સમયની માંગ કરતાં તંત્ર દ્વારા નોટીસ ફટકારી નિયત સમય મયર્દિામાં સ્વયંભૂ દબાણો દૂર કરવા જણાવાયું છે. આ સાથે રેસીડેન્શીયલ દબાણકારોને પણ નોટીસની કામગીરી હાથ ધરવાાં આવનાર છે. જો નિયત સમય મયર્દિામાં તમામ દબાણો દૂર નહિં કરાય તો કડક ડીમોલીશનની કામગીરી કરવામાં આવનાર છે.

કોમર્શીયલ તેમજ રેસીડેન્શીયલ દબાણ એક્સાથે દૂર કરાશે : પ્રાંત અધિકારી

દ્વારકાના એસ.ડી.એમ઼ નિહાર ભેટારીયાએ મીડીયાને જણાવ્યાનુસાર રૂપેણ બંદર દરીયાકાંઠે આવેલ ડીઝાસ્ટરની દ્રષ્ટિએ પણ ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે અને કુદરતી આફતો સમયે અહીંથી મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતરિત કરવાની જરૂરીયાત રહે છે. આ વિસ્તારમાં હાલ ર08 જેટલા કોમર્શીયલ દબાણકારોને નોટીસ પાઠવવામાં આવેલ છે જેઓની શીફટીંગ માટેની માંગને ધ્યાને લઇ સમય ફાળવાયેલ છે. સાથે સાથે રેસીડેન્શીયલ દબાણોને પણ નોટીસની કામગીરી હાલ ચાલુ હોય કોમર્શીયલ તેમજ રેસીડેન્શીયલ એમ બંને પ્રકારના દબાણોને એક સાથે હટાવવાની કામગીરી હાથ ધરાશે એમ ારકાના એસ.ડી.એમ઼ નિહાર ભેટારીયાએ જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS