જામનગર : તૌકતેની તૈનાતમાં તંત્ર, જામનગર બંદર પર કમાન્ડો તૈનાત, લોકોની અવરજવર બંધ કરાઈ

  • May 16, 2021 12:53 PM 

જામનગરને સરકારે તાત્કાલીક અસરથી બે એનડીઆરએફ ટીમ ફાળવી : 107માંથી 14 બોટ દરીયામાંથી પાછી આવી : 100 થી વધુ માછીમારો હજુ પણ સમુદ્રમાં : બેડી બંદર પર 2 અને ઓખા બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ : ભારે થી અતી ભારે વરસાદ પડવાની શકયતા

 

જામનગર સહિત સમગ્ર હાલારના દરીયાકાંઠે તૌકતે વાવાઝોડુ તા. 17 અને 18ની વચ્ચે ગમે ત્યારે ત્રાટકે તેવી શકયતા છે, દ્વારકા, બેડી બંદર, ઓખા બંદર સહિતના વિસ્તારોમાં તંત્ર એલર્ટ બની ગયું છે અને તમામ બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, વાવાઝોડા સાથે હાલ તો ભારેથી અતીભારે વરસાદ પડવાની શકયતા છે, ખલાસીઓને દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે, ગઇકાલ રાત સુધીમાં 107 બોડ દરીયામાં હતી તેમાથી 14 બોટ દરીયા કિનારે પાછી આવી છે અને હજુ 93 બોટ સમુદ્રની મઘ્યમાં છે, વાવાઝોડાની ગંભીરતાને લઇને સરકારે જામનગરને બે એનડીઆરફએફની ટીમ ફાળવી દીધી છે, 61 ગામોને આશ્રયસ્થાનો ગણવામાં આવ્યા છે તમામ તાલુકામાં લાઇઝન ઓફીસરની નિમણુંક કરવામાં આવી છે, તરવૈયાઓ, બોટ પણ તૈયાર કરી દેવામાં આવી છે. કોઇપણ પરિસ્થીતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે, મહાપાલીકાનો ક્ધટ્રોલ મ 24 કલાક શ કરી દેવામાં આવી રહયો છે, દ્વારકાના દરીયા કાંઠે મોજા ઉછળવાની શકયતા હોય તંત્ર દ્વારા પારોટના પગલા ભરવામાં આવ્યા છે.

 

તૌકતે વાવાઝોડુ તા. 16ના રોજ ગુજરાતમાં પ્રવેશશે અને ભારે વરસાદ પણ લાવશે ત્યારે તમામ માર્કેટીંગ યાર્ડને સુચના આપવામાં આવી છે કે ખુલ્લામાં પડેલી તમામ જણસ તાત્કાલીક અસરથી સલામત સ્થળે ખસેડી લેવી, કાચા પતરાના મકાન ધારકોને પણ સાવચેત રહેવા સુચના આપી દેવામાં આવી છે. આ વાવાઝોડુ પોરબંદર, દ્વારકા અને જામનગરના દરીયાકાંઠે આવશે, આ ડીપ્રેશન કેરળથી 310 કીમી અને વેરાવળથી લગભગ 1000 કીમી દુર છે, તા. 17ના રોજ દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

 

હજુ ગઇકાલે જ જીલ્લા કલેકટર રવિશંકર અને મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલે વાવાઝોડા અંગે સબંધીત ચેતવણી આપી દીધી છે, બેડી બંદર બંદર ઉપર બે અને ઓાખા બંદર પર 1 નંબરનું સિગન્લ લગાવી દેવામાં આવ્યું છે, આ વાવાઝોડુ અત્યારે જામનગરમાં ત્રાટકીને કચ્છ તરફ ફંટાવાની શકયતા છે, 61 જેટલા ગામોને આશ્રય સ્થાનો નકકી કરી દેવામાં આવ્યા છે અને તમામ તાલુકા મથકોએ લાયઝન ઓફીસરોની નિમણુંક કરી દેવામાં આવી છે, કોવિડ હોસ્પીટલો અને ખાનગી હોસ્પીટલમાં વિજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્યવસ્થા કરવાની કડક સુચના આપી દેવામાં આવી છે, જીલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ જામનગર મહાપાલીકામાં 24 કલાક ક્ધટ્રોલમ ખોલી દેવામાં આવ્યો છે.

 

દેવભુમીના વરવાળામાં સાયકલોન સેલ્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને ત્યાં ફુડ પેકેટ તૈયાર કરવામાં આવશે, બોટની વાત લઇએ તો છેલ્લા સમાચાર મુજબ દરીયામાં 107 બોટ હતી અને હેલીકોપ્ટર મારફત સલામત સ્થળે દરીયા કાંઠે આવી જવા સુચના આપવામાં આવી હતી જેમાથી 14 બોટ પાછી આવી છે, હજુ 100થી વધુ માછીમારો દરીયામાં છે, ઇમરજન્સી ધોરણે તમામ અધિકારી, કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને ગામડાઓમાં પણ ભારે વરસાદ થાય તો સ્કુલ, કોલેજ કે અન્ય સંસ્થાઓના મકાનોને રીકવીઝેટ કરવાની કામગીરી તાબડતોબ હાથ ધરાઇ છે.

 

જામનગરના કલેકટર રવિશંકર, દ્વારકાના કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણા, મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલ, ડીડીઓ જાડેજા અને ડો. વિપીન ગર્ગ, એસપી દિપન ભદ્રન અને સુનિલ જોશી, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને જાની, ફાયર અધિકારી કે.કે. બિશ્નોઇ તથા તમામ નાયબ કલેકટરો, નાયબ જીલ્લા વિકાસ અધિકારીઓને અલગ અલગફરજ સોપી દેવામાં આવી છે. અતી તીવ પવન ફુંકાવાની શકયતા હોય, તંત્ર એલર્ટ બની ગયું છ.ે.

 

--તૌકતેની ગંભીરતાને ઘ્યાને લઇ જામનગરને એનડીઆરએફની બે ટીમ ફાળવાઇ

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં તા. 17 અને 18ના રોજ વાવાઝોડુ તૌકતે આવી રહયું છે ત્યારે વાવાઝોડા સાથે ભારે થી અતી ભારે વરસાદ પડવાની શકયતા હોય કોઇપણ જાતની પરિસ્થીતીને પહોંચી વળવા માટે આજે બપોરે જામનગરમાં એનડીઆરફની બે ટીમ આવી જશે, દરેક ગામડાઓમાં પણ વાવાઝોડાની અસર થાય તો શું કરવું તે માટે ઉચ્ચ અધિકારીઓ નીમી દેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS