લોંયગા ગામે બાળક પર હુમલા બાદ દિપડાને ઝડપી લેવા તંત્ર હરકતમાં : વાડીમાં પીંજં ગોઠવ્યું

  • November 20, 2020 02:53 PM 321 views

ભાવનગરના બૃહદ ગીર કાંઠાના વિસ્તારમાં સિંહ અને દિપડાના આંટાફેરા સાથે વસવાટ વધતા હવે  શિકાર સાથે માનવી પર હુમલા અને ઘર્ષણન બનાવો પણ વધી રહ્યા છે. ગઈકાલે મહુવાના લોંયગા ગામે આવા જ એક બનાવમાં દિપડાએ વાડીમાંથી એક બાળકને ખેંચી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પિતાએ જીવના જોખમે મોતના મુખમાંથી છોડાવી લીધો હતો પરંતુ બાળકને ગંભીર ઇજાઓ થઈ છે. બીજી બાજુ ઘટના બાદ વન તંત્ર હરકતમાં આવ્યું છે અને મોડી રાત્રે પીંજરું ગોઠવી દિપડાને પકડી લેવા કવાયત હાથ ધરી છે.


મહુવાના લોંયગા ગામે ખડસલીયા-લોંયગા રોડ પર આવેલ વાડીમાં પરિવાર અને મજુરો કપાસ વિણવાનું કામ શરૂ હતું ત્યારે જ ગત સાંજે અચાનક દિપડો ત્રાટક્યો હતો અને 13 વર્ષીય બાળક ઋતુ ભકાભાઈ બારૈયા પર હુમલો કર્યો હતો. હુમલાની જાણ થતાં જ વાડીમાં કામ કરી રહેલ બાળકના પિતા ભકાભાઈ બારૈયા અને અન્ય મજૂરો હાકલા પડકારો કરતાં દોડી ગયા હતાં અને દિપડાના મુખમાંથી બાળકને છોડાવ્યો હતો. હુમલામાં બાળકને માથાના ભાગે ઈજાઓ પહોચી હતી. જેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા સારવાર કરી બાળકને માથાના ભાગે 17 ટાકાઓ લેવામાં આવ્યા હતા.


આ બનાવથી ફફડાટ સાથે ભય ફેલાયો છે. લોંયગા ગ્રામ પંચાયતના સરપંચ મંગાભાઈ બાલધીયાએ જણાવ્યું હતું કે દિપડાનો ત્રાસ ગ્રામ્ય અને સીમ પંથકમાં વધી ગયો છે. થોડા સમય પૂર્વે ખોડાભાઈ બાબુભાઈ ભાલીયાની માલિકીની ગાયનું મારણ દિપડાએ કર્યુ હતું. તેમજ બે દિવસ પહેલા જીકાભાઈ માલધારીના બે ઘેટાનું મારણ કર્યું હતું. વન વિભાગમાં જાણ કરવા આવી હોવા છતાં પગલાં લેવામાં આવ્યા નથી. જાન માલની નુકશાની થાય તે પૂર્વે વન વિભાગે પીંજરુ મુકી દિપડાને પાંજરે પુરવા માંગ કરી હતી. પરંતુ ગંભીરતા લેવાતી નથી.


મહુવા ફોરેસ્ટ ઈન્ચાર્જ છઋઘ અધિકારી બી. જી. મહીડાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હા દિપડાએ જ હુમલો કર્યો હતો અને જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ લોંયગા ગામે જવા રવાના થઈ ગઈ છે અને પીંજરુ મુકવા તજવીજ હાથ ધરાઈ છે. દરમિયાનમાં આજે સવારે મળતા અહેવાલ અનુસાર રાત્રે જ પાંજરું ગોઠવી દિપડાને પિંજરે પૂરવા કવાયત હાથ ધરી દેવાઈ છે. જોકે, ચાલાક દીપડો સવાર સુધી હજુ પકડાયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application