ધોરાજી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તંત્રની કવાયત

  • February 18, 2021 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ સીટ અને જિલ્લા પંચાયતની બે સીટો માટે ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરા અને ના. મામલતદાર નંદાણીયાંભાઈ એ વિશેષ વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયત ની બે સીટો મોટી મારડ-૨૦ અને સુપેડી-૩૨ તેમજ ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે પ્રાંત અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારી જી.વી.મિયાણી ના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભાઈ છે. ધોરાજી તાલુકા અને જિલ્લા પંચાયત માટે ૨૯,૧૬૩,પુરુષ મતદારો અને ૨૬,૫૦૧ સ્ત્રી મતદારો કુલ ૫૫,૬૬૪ મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે.
પ્રાંત અધિકારી હેઠળ ધોરાજી જિલ્લા પંચાયત ની સુપેડી, મોટીમારડ અને જામકંડોરણા તાલુકાની જામકંડોરણા અને દડવી કુલ ચાર જિલ્લા પંચાયત ધોરાજી તાલુકા પંચાયત ની ૧૬ બેઠક માટે આઠ બેઠકના ચૂંટણી અધિકારી મામલતદાર અને આઠ બેઠક માટે તાલુકા વિકાસ અધિકારી ની જવાબદારી સોંપવામાં આવી છે. કુલ ૬૨ મતદાન મથકો જેમાં ૩૪ સંવેદનશીલ છે. ૪૦૦ થી વધારે કર્મચારીઓ વ્યવસ્થા અંતર્ગત જવાબદારી નિભાવશે. ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની બે તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે. આગામી દિવસમાં જનરલ મિટિંગ યોજાશે. તાલુકા જિલ્લાની ચૂંટણીઓ પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS