જામનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ: કલેકટર

  • May 17, 2021 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં 22 ગામોમાં 3000 લોકોનું કરાયું સ્થળાંતર : આજે રાત્રે 3 વાગ્યાથી 120 થી 150 કીમીની ઝડપે ગમે ત્યારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના : મહાપાલીકા દ્વારા તમામ વોર્ડમાં ટીમો તૈયાર : એનડીઆરએફની બે ટીમોએ ચાર્જ સંભાળ્યો : અગરીયાઓ અને માછીમારો માટે ફુડ પેકેટની વ્યવસ્થા : ઓકિસજનની વ્યવસ્થા માટે પડધરીથી રિલાયન્સ સુધીના માર્ગને ગ્રીન કોરીડર જાહેર કરાયો : જીલ્લામાં તમામ તાલુકા મથકે અધિકારીઓની નિમણુંક : હોસ્પીટલોમાં વિજ પુરવઠો ન ખોરવાય તે માટે અલગ વ્યવસ્થા

જામનગર સહિત સમગ્ર હાલારના દરીયાકાંઠે આજે રાત્રે 3 વાગ્યાથી ગમે ત્યારે તાઉતે વાવાઝોડુ આવી રહયું છે અને સૌરાષ્ટ્રના દરીયાકાંઠે ત્રાટકવાની પુરી સંભાવના છે ત્યારે જામનગર જીલ્લાનું વહિવટી તંત્ર પુરી તૈયારીમાં છે, એનડીઆરએફની બે ટીમોના 253 જવાનોએ ચાર્જ સંભાળી લીધો છે, રિલાયન્સથી પડધરી સુધીનો ધોરી માર્ગ ગ્રીન કોરીડોર જાહેર કરવામાં આવ્યો છે, અને કોઇપણ પરિસ્થીતીને પહોંચી વળવામાં આવશે.

હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તથા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છ,  અમરેલી અને જામનગર જિલ્લાઓમાં  તાઉતે  વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવેલ છે. જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર રવિશંકર દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગેની માહિતી આપી હતી.

વાવાઝોડા સમયે ઓકિસજનની જર પડે તે માટે પડધરીથી રિલાયન્સ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર જાહેર કરી દેવામાં આવ્યો છે અને જર પડયે હેલીકોપ્ટરની મદદ લેવામાં આવશે. બીજી તરફ જી.જી. હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલના કોવિડના દર્દીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે જનરેટરની વ્યવસ્થા કરવા જણાવી દેવામાં આવ્યું છે.

તેમણે કહયું હતું કે તાઉતે વાવાઝોડુ તા. 17 મે 2021ના સાંજે જામનગર આવવાની શકયતા છે હવામાન ખાતાની આપેલ માહિતી પ્રમાણે જામનગર જિલ્લામાં ઝડપી પવનો ફૂકાવાની શકયતાઓ છે. અનુમાન પ્રમાણે 100 થી 150 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવનો થકી જામનગરમાં  તાઉતે વાવાઝોડુ નુકશાન પહોંચાડી શકે છે. કોવીડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો અને ઓકસીજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. હોસ્પિટલના કોઇપણ દર્દીઓને તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું કે, એનડીઆરએફની બે ટીમો જામનગર જિલ્લાને સરકાર તરફથી ફાળવવામાં આવેલ છે. એનડીઆરએફની બે ટીમો માંથી ચાર ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ટીમોને રવાના કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં આવનારા  તાઉતે  વાવાઝોડુથી સંભવિત અસર થનાર હોય તેવા 1 હજારથી વધુ લોકોને તાત્કાલીક ખસેડવાની જરૂર પડે તેમ છે જ્યારે આગળ જતા ભવિષ્યમાં કુલ 3 હજાર થી વધુ લોકોને ખસેડવાની તૈયારીઓ વહિવટીતંત્ર દ્વારા કરેલ છે.

જામનગર જિલ્લાના દરિયો ખેડવા ગયેલા માછીમારીની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, 752 જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા જે બધા જ પરત આવી ગયેલ છે. જામનગર જિલ્લાની રજીસ્ટર બોટો અત્યારે એક પણ નથી. સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા પોલિસ અને વહિવટીતંત્રની ટીમો જો તમને સુરક્ષીત સ્થાને ખસેડવા માટે આવે તો તેમને સાથ આપવો અને સગભર્િ સ્ત્રીઓને આવનાર 15 દિવસમાં ડીલેવરીની સંભવિત તારીખ આપેલ હોય તો કોઇ સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા ખેડૂતોએ તેમની જણસો ખૂલ્લામાં હોય તો સુરક્ષીત જગ્યાએ લઇ લેવા તથા વધારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને બાંધી ન રાખવા જણાવી ઉમેર્યું કે, વહિવટી તંત્ર નાગરિકોને સુરક્ષીત રાખવા પૂરતા પ્રયાસો કરશે જ પરંતુ નાગરિકોએ પણ તેમનો સાથે આપશે તેવી આશા વ્યકત કરી હતી. આ મિટીંગ વખતે જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાઘ્યાય, મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલ, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડીડીઓ ડો. વિપીન ગર્ગ સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.

પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય ઉપસ્થિત રહયા...

હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તથા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છ,  અમરેલી અને જામનગર જિલ્લાઓમાં  તાઉતે વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવેલ છે. જે અનુસંધાને ગઇકાલે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર રવિશંકર દ્વારા પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જિલ્લાના પત્રકાર મિત્રોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી માહિતગાર કરતા જણાવેલ કે, તાઉતે વાવાઝોડા સામે લડવા જામનગર વહિવટીતંત્ર સજ્જ છે તથા કોવિડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો જળવાઇ રહે અને ઓકસીજનનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાઅય તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા પોલિસ અને વહિવટીતંત્રની ટીમો જો તમને સુરક્ષીત સ્થાને ખસેડવા માટે આવે તો તેમને સાથ આપવો અને સગભર્િ સ્ત્રીઓને આવનાર 15 દિવસમાં ડીલેવરીની સંભવિત તારીખ આપેલ હોય તો કોઇ સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા ખેડૂતોએ તેમની જણસો ખૂલ્લામાં હોય તો સુરક્ષીત જગ્યાએ લઇ લેવા તથા વધારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને બાંધી ન રાખવા જણાવી ઉમેર્યું કે, વહિવટી તંત્ર નાગરિકોને સુરક્ષીત રાખવા પૂરતા પ્રયાસો કરશે જ પરંતુ નાગરિકોએ પણ તેમનો સાથે આપશે તેવી આશા વ્યકત કરી હતી. આ તકે તેમની સાથે અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા મિડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)