દ્રારકામાં કોરીડોરના નિર્માણની જાહેરાત સાથે મિલકતોના દસ્તાવેજોમાં તંત્રને ચૂનો ચોપડવાના કીમિયા શરૂ

  • July 15, 2023 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગતમંદિર નજીક કીર્તિ સ્તંભ પાસેનો કરોડોની કિંમતનો મિલકતના સોદો બન્યો ટોક ઓફ ધી ટાઉન: આવકવેરા સહિત સરકારના સંબધિત વિભાગો તપાસ કરે તો વિરાટ કૌંભાડ ખૂલવાની શકયતા

દ્રારકામાં કોરીડોરના નિર્માણની જાહેરાત સાથે મિલકતોના દસ્તાવેજોમાં તંત્રને ચૂનો ચોપડવાના કીમિયા શરૂ થયા છે. જગતમંદિર નજીક કીર્તિ સ્તંભ પાસેનો કરોડોની કિંમતનો મિલકતના સોદો બન્યો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આવકવેરા સહિત સરકારના સંબધિત વિભાગો તપાસ કરે તો વિરાટ કૌંભાડ ખૂલવાની શકયતા નકારી શકાતી નથી.
દ્રારકામાં છેલ્લા દાયકામાં વિકાસના કારણે જમીન-મકાનના ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે આ વિકાસમાં રોજી રોટી મેળવવાની સાથે તિજોરી ભરવાનો ધંધો પણ તેજ ગતિએ ફૂલ્યો ફાલ્યો છે. થોડા સમય પહેલા જગતમંદિર પાસે એક દુકાનનો સોદો ઓવર ટેબલ અને અન્ડર ટેબલની રકમની લેવડ દેવડ મુજબ  ૭૫૦૦૦ ફુટના ભાવે થતા લોકોની આંખો ચાર થઇ ગઇ હતી. આ સ્થિતિમાં હજુ બ્રેક લાગી નથી. કારણ કે, દ્રારકામાં  કોરીડોરના નિર્માણની જાહેરાત સાથે મિલકતો અને જમીનના ભાવ ભડકે બળવા લાગ્યા છે. જગતમંદિર નજીક કીર્તિ સ્તંભ પાસેનો કરોડોની કિંમતનો મિલકતના સોદો બન્યો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આટલું જ નહીં જમીન-મકાના સોદાઓમાં બ્લેક મની છૂપાવવા દસ્તાવેજોમાં પણ કારસ્તાન કરી તંત્રને ચૂનો ચોપડવાના કમીયા શરૂ થયા છે. ત્યારે આવકવેરા સહિત સરકારના સંબધિત વિભાગો તપાસ કરે તો વિરાટ કૌંભાડ ખૂલવાની શકયતા નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application