તમિલનાડુ રાહુલ ગાંધી ઉપર આચારસંહિતા ઉલ્લંઘન કરવાનો આરોપ , ભાજપે કરી કાર્યવાહીની માગ

  • March 04, 2021 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરગને ચૂંટણી આયોગને રાજ્યમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રચાર રોકવા માટે આગ્રહ કર્યો છે. તેમણે ચૂંટણી પંચને પત્ર લખતા રાહુલ ગાંધી ઉપર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. એલ મુરુગને ચૂંટણીપંચને કહ્યું હતું કે, રાહુલ ગાંધી સામે કલમ 124એ હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવાના નિર્દેશ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં વિધાનસભાની 234  બેઠકો માટે ૬ એપ્રિલે ચૂંટણી યોજાશે. રાજ્યમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે અને બે મેના રોજ તેનું પરિણામ જાહેર થશે.

 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દક્ષિણ મુલાકાતમાં નવા સ્વરૂપો જોવા મળી રહ્યા છે. અગાઉ તેઓ કેરળમાં માછીમારો સાથે દરિયામાં સ્વિમિંગ કરતા જોવા મળ્યા અને સિક્સ પેક એબ્સ પણ દર્શાવ્યા હતા. રાહુલ ગાંધીએ તમિલનાડુની મુલાકાતમાં કન્યાકુમારીમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી એક અલગ શૈલી જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે મૃળગમૃદુબ્ન , ક્ન્યાકુમારીની સેન્ટ જોસેફ મેટ્રિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાત કરી હતી. રાહુલ ગાંધી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે નૃત્ય કર્યું હતું. તો એક વિદ્યાર્થીના કહેવાથી રાહુલ ગાંધી એ નોનસ્ટોપ પુસઅપ્સ કર્યું હતું અને તેનો વિડિયો ભારે વાયરલ થયો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application