ઈન્ટિમેટ સીન બધા કલાકારો માટે મુશ્કેલ જ હોય તમન્ના ભાટિયાએ રીવીલ કર્યું સત્ય

  • May 20, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ટિમેટ સીન બધા કલાકારો માટે મુશ્કેલ જ હોય તમન્ના ભાટિયાએ રીવીલ કર્યું સત્ય
બોલિવૂડ સિવાય તમન્ના ભાટિયાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેની અગાઉની ફિલ્મ 'અરનમનાઈ 4' છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. હાલમાં જ તેણે ઈન્ટિમેટ સીન વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે આવા સીન શૂટ કરવા કેટલા મુશ્કેલ છે.તેને કહ્યું હતું કે સામેનું

પાત્ર સાહજિક છે કે કેમ તેની ચિંતા સતત કો સ્ટારને રહેતી જ હોય.
તમન્ના ભાટિયા હાલમાં જ સાઉથની ફિલ્મ ‘અરનમાનાઈ 4’માં જોવા મળી છે. આ ફિલ્મે તેની રિલીઝના માત્ર બે અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પર 75 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે તમન્નાએ બોલિવૂડમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે.
આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં તેણે ફિલ્મ માટે શૂટ થઈ રહેલા ઈન્ટિમેટ સીન્સ અંગે ખુલીને વાત કરી છે. તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કયા અભિનેતા અને અભિનેત્રીઓને ઈન્ટિમેન્ટ સીન ફિલ્માવવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

‘લસ્ટ સ્ટોરીઝ 2’માં વિજય સાથે લિપ-લૉક કર્યું
એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તમન્નાએ કહ્યું કે, તેણે તેની ફિલ્મોમાં નો-કિસિંગ ક્લોઝ રાખ્યું હતું. તેણે ‘લસ્ટ સ્ટોરીઝ 2’ દરમિયાન તેને તોડી નાખ્યું હતું, જ્યારે તેણે બોયફ્રેન્ડ વિજય વર્માને કિસ કરવી પડી હતી. તેણે જણાવ્યું કે તેણે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં વિજય સાથે લિપ-લૉક કર્યું\ હતું. આ સિવાય તેણે ફિલ્મ ‘જી કરદા’માં સુહાઈ નય્યર સાથે ઈન્ટિમેટ સીન્સ પણ કર્યા હતા.

તમન્નાએ ઈન્ટિમેટ સીન્સના શૂટિંગ વિશે શું કહ્યું?
ઈન્ટરવ્યુમાં તમન્નાએ કહ્યું હતું કે, એક્ટર્સ માટે કેમેરા સામે ઈન્ટિમેટ સીન શૂટ કરવું વધુ મુશ્કેલ છે. તેમના મતે લોકો માને છે કે અભિનેત્રીઓને આવા દ્રશ્યો શૂટ કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ એવું નથી. તમન્નાએ કહ્યું કે, કલાકારોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે તેમણે એ આખા સીનમાં એ ધ્યાન રાખવું પડે છે કે આખા સીનમાં એકટ્રેસ કમ્ફર્ટેબલ હોય.

તમન્નાની આવનારી ફિલ્મો
તમન્નાની આગામી ફિલ્મો પર નજર કરીએ તો આ યાદીમાં તેની ત્રણ ફિલ્મો છે. આમાં ‘ઓડેલા 2’, ‘સ્ત્રી 2’ અને ‘વેદા’ના નામ સામેલ છે. ‘ઓડેલા 2’ સાઉથની ફિલ્મ બનવા જઈ રહી છે. સાથે જ તેની ‘સ્ત્રી 2’ અને ‘વેદા’ હિન્દી ફિલ્મો છે. તે ‘સ્ત્રી 2’માં કેમિયો રોલમાં જોવા મળશે. તમન્નાની આ ત્રણેય ફિલ્મો અલગ-અલગ પ્રોડક્શન સ્ટેજમાં છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં ‘બાહુબલી 2’, ‘એન્ટરટેનમેન્ટ’, ‘બબલી બાઉન્સર’, ‘જેલર’ જેવી ફિલ્મોના નામ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application