જામનગરમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા તાલુકાવાર હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

  • June 24, 2021 10:41 AM 

આરટીઇ અંગે પ્રશ્નો, મુશ્કેલી કે વિશેષ માહિતી માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને 25% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1 (પહેલા)માં વિનામુલ્ય પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી જામનગર જિલ્લામાં શરુ કરવામાં આવેલ છે.

જે અંગે વાલીઓને વિશેષ માહિતી, કોઈ પ્રશ્નો કે મુશ્કેલીના સમાધાન માટે જિલ્લા કક્ષાએ તથા તાલુકાઓમાં હેલ્પલાઇન નંબરો શરુ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં. 0288-2550286 તેમજ તાલુકા કક્ષાએ જામનગર તાલુકા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જયશ્રી સિનેમાની સામે, શ્રી નવાનગર સરકારી હાઈસ્કૂલ, નં. 6 જામનગર, હેલ્પલાઇન નં-0288-2557525, ધ્રોલ તાલુકા માટે તાલુકા પંચાયત ધ્રોલ, હેલ્પલાઇન નં. 94279 84617, જોડિયા તાલુકા માટે બી.આર. સી ભવન, જોડીયા, હેલ્પલાઈન નં. 9925290013, કાલાવડ તાલુકા માટે બી.આર.સી.ભવન કાલાવડ, ધોરાજી રોડ, હેલ્પલાઈન નંબર 9879245989, લાલપુર તાલુકા માટે બી.આર.સી. ભવન, હેલ્પલાઇન નં. 9426049729, જામજોધપુર તાલુકા માટે તાલુકા પંચાયત જામજોધપુર, હેલ્પલાઇન નં. 02898-220002 પર સંપર્ક કરી શકાશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS