શહેરના મવડી વિસ્તારમાં બાપ સીતારામ ચોક પાસેથી તાલુકા પોલીસે ચોરાઉ એકસેસ સાથે બેલડીને ઝડપી લીધી હતી.જયારે એલસીબી ઝોન–૨ ની ટીમે ઢેબર કોલોનીમાં રહેતા શખસને ચોરાઉ સ્કુટી સાથે ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.એન. ગઢવી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મવડી બાપાસીતારામ ચોક પાસે નંબર પ્લેટ વગરના એકસેસ પર જઈ રહેલા બે શંકાસ્પદ શખસોને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે તેમની પાસે રહેલા આ વાહનના કાગળો માંગતા તે સંતોષકારક ઉત્તર આપી શકયા ન હતા. જેથી પોલીસે બંનેની સઘન પૂરતાછ કરતા તેમણે પોતાના નામ માર્ગીટ હસમુખભાઈ ખૂંટ(ઉ.વ ૨૮ રહે. ગોવીંદરત્ન શેરી નંબર ૪, આસ્થા રેસિડેન્સી પાછળ) અને નૈમિષ ચંદુભાઈ કાકડીયા(ઉ.વ ૨૯ રહે. રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ, બાપાસીતારામ ચોક) હોવાનું જણાવ્યું હતું. વાહન અંગે પૂછતા ૧૦ દિવસ પૂર્વે ગોવર્ધન ચોક નજીક માધવ પાર્ક પાસે આ એકસેસની ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ વાહન કબજે કરી બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
યારે એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાહત્પલભાઈ ગોહેલ અને કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, અમીનભાઈ ભલુરને મળેલી બાતમીના આધારે ચોરાઉ સ્કૂટી સાથે દિપક બાબુભાઈ દાણીધારીયા(ઉ.વ ૨૩ રહે. ઢેબર કોલોની મફતિયાપરા)ને ઝડપી લઇ એ ડિવિઝન પોલીસના હવાલે કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech