ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન અને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ

  • April 18, 2025 10:32 AM 

ભાણવડ તાલુકામાં અંદાજિત ૧૨૨.૫૦ લાખના આયોજન તથા એટીવીટી અંતર્ગત રૂ.૧૨૫ લાખના વિવિધ વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરાયું

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવાની પ્રેરક ઉપસ્થિતિ


પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તથા ધારાસભ્ય  હેમંતભાઈ ખવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે વર્ષ ૨૦૨૫- ૨૬ માટે તાલુકા આયોજન સમિતિ તથા  એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકોમાં કૃષિ, પશુપાલન, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતના વિભાગો માટે આયોજન સમિતિના કુલ ૧૨૨.૫૦ લાખ તથા એટિવિટી કાર્યવાહક અન્વયે રૂ.૧૨૫ લાખના વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. 

વર્ષ ૨૦૨૫-’૨૬ માટે વિવેકાધીન જોગવાઈ હેઠળ ફાળવેલ ગ્રાંટના ૧૫%ની મહતમ મર્યાદામાં સી.સી.રોડ અને પેવર બ્લોકના કામોનું આયોજન કરાયું હતું. એટિવિટી અંતર્ગતના ૩૦ %ની મહતમ મર્યાદામાં સી.સી રોડના કામો અને ૧૫ %ની મર્યાદામાં પેવર બ્લોકના કામોનું આયોજન ઘડવામાં આવ્યું હતું.

મંત્રીએ વિકેન્દ્રિત તાલુકા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫- ૨૬ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ આયોજન સમિતિ અને એ.ટી.વી.ટી. સભ્યોને યોજનાનો લાભ સમાનતાના ધોરણે મહત્તમ નાગરિકો સુધી લાભ પહોંચે તે માટે તાકીદ કરી હતી. ઉપરાંત વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા. 

આ બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવા, તાલુકા પંચાયત પ્રમુખ રંભીબેન વાવણોટીયા, પ્રાંત અધિકારી કે.કે કરમટા, મામલતદાર અશ્વિન ચાવડા, જિલ્લા આયોજન અધિકારી આઈ.જી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી એન.એલ.બૈડીયાવદરા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application