જામનગર : આજકાલ વુમન પાવર એવોર્ડમાં શહેરની પ્રતિભાશાળી સન્નારીઓના થયા સન્માન

  • March 08, 2025 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ પુનમબેન માડમ, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, કલેકટર કેતન ઠકકર સહિતના મહાનુભાવોની હાજરી પ્રેરક બની : એક પછી એક એવોર્ડની જયારે જાહેરાતો થઇ ત્યારે તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠયો હોલ: દેવાંશી જોશીનું ધારદાર પ્રવચન: એવોર્ડ પ્રાપ્ત કરનારી પ્રત્યેક મહિલાના ચહેરા પર જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ: કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં યાદગાર કાર્યક્રમ યોજાયો 




આજે આંતરરાષ્ષ્ટ્રીય મહિલા દિવસ છે તેના પરિપેક્ષ્યમાં આ દિવસની પુર્વ સંઘ્યાએ જામનગરમાં નંબર વન સાંઘ્ય દૈનિક આજકાલ દ્વારા સતત બીજા વર્ષે વુમન પાવર એવોર્ડ આપવાનો જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો, જે તમામ માટે યાદગાર બની રહયો હતો, ઇન્ફીનીટી મની ગ્રુપ પ્રાયોજીત આ વુમન પાવર એવોર્ડમાં શહેરની જુદા જુદા ક્ષેત્રની સફળ થયેલી સન્નારીઓના સન્માનનો સોનેરી અવસર ખરેખર દીપી ઉઠયો હતો, કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના શ્રેષ્ઠીઓની ઉપસ્થીતીએ ચાર ચાંદ લગાવ્યા હતા, મહેમાનોના હસ્તે ૨૧ પ્રતિભાશાળી મહિલાઓને આજકાલનો પ્રતિષ્ઠિત વુમન પાવર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.




આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, જીલ્લા કલેકટર કેતનભાઇ ઠકકર, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી ઉપસ્થીત રહયા હતા અને મહિલાઓને પ્રોત્સાહીત કરવાનો આજકાલના ઉમદા કાર્યક્રમમાં જોડાયા હતા.



આ ઉપરાંત ઇન્ફીનીટી ગ્રુપના વિનાયકભાઇ મહેતા, જામનગરના જાણીતા લેન્ડ ડેવલેપર વી.પી. મહેતા, ખ્યાતનામ બિલ્ડર જમનભાઇ ફળદુ, બિલ્ડર પરિવાર તથા રાજકારણી પરિવારના અનિલભાઇ વારોતરીયા, કેતનભાઇ વારીયા, પાર્થભાઇ સુખપરીયા, ખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ રચનાબેન મોટાણી સહિતના મહેમાનોની વિશેષ ઉપસ્થીતી રહી હતી.




આજકાલના એડીટર ઇન ચીફ ચંદ્રેશ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, જામનગર આજકાલના નિવાસી તંત્રી તારીક ફા‚ક (પપ્પુખાન), ટેરેટેરી હેડ અજય શર્મા, હિરેન ત્રિવેદી, રમેશ ભટ્ટી, મુસ્તાક દલ, રમઝાનભાઇ, હિત કનખરા, ભાવિકા વ્યાસ સહિતના આખા આજકાલ પરિવાર દ્વારા ઉપસ્થીત મહેમાનોનું વિશેષ સન્માન કર્યુ હતું, ત્યાર બાદ કાર્યક્રમ આગળ વઘ્યો હતો.




પુષ્પ ગુચ્છથી સ્વાગત થયા બાદ આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું, ત્યાર બાદ ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવાએ દેવાંશી જોશીનો પરિચય આપ્યો હતો, આ પછી કાર્યક્રમના વિશેષ આમંત્રીત ગુજરાતના જાણીતા પત્રકાર અને જમાવટ ફેઇમ દેવાંશી જોશીનું ધારદાર વકતવ્ય યોજાયુ હતું અને લગભગ ૪૫ મિનિટ સુધી એમણે પોતાના વકતવ્યથી ઉપસ્થીત મહિલાઓ અને મહેમાનોને જકડી રાખ્યા હતા.




આ એવોર્ડ સમારંભમાં વિવિધ ક્ષેત્રની એક પછી એક મહિલાઓ જયારે મંચ પર આવતી હતી ત્યારે તેઓએ સમાજમાં શું શું કાર્ય કર્યુ તે અંગે આ પ્રતિભાશાળી મહિલાઓનો પરિચય આપીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું, વિવિધ ક્ષેત્રની અલગ અલગ મહિલાઓને સતત બીજા વર્ષે પણ નંબર વન દૈનિક આજકાલ દ્વારા સન્માનવામાં આવ્યા હતા અને જેમનું સન્માન થયુ તે મહિલાઓના ચહેરા પર એક વિશિષ્ટ ભાવ જોવા મળ્યો હતો કે તેઓએ જે કામગીરી કરી છે તેને આજકાલ દ્વારા યોગ્ય રીતે બિરાદવવામાં આવી છે.




જામનગરના લોકલાડીલા સાંસદ પુનમબેન માડમ સમારંભમાં આવ્યા ત્યારે તેઓનું આજકાલના એમડી ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું, ત્યારબાદ એવોર્ડ વિજેતા તમામ મહિલાઓ સાથે સાંસદ પુનમબેન માડમ સહિતના મહાનુભાવોની યાદગાર તસવીર ખેચવામાં આવી હતી, કેટલીક મહિલાઓએ સાંસદ સાથે અલગ રીતે આજકાલના એવોર્ડ સાથે રાખીને ફોટા પડાવ્યા હતા અને એવોર્ડ વિજેતા કેટલીક મહિલાઓએ સાંસદ સાથે સેલ્ફી લીધી હતી. સમગ્ર માહોલ આનંદમય વાતાવરણમાં યોજાયો હતો અને તાળીઓના ગડગડાટ સાથે મહિલાઓએ આજકાલના આ એવોર્ડને વધાવ્યો હતો. 

​​​​​​​


એવોર્ડની શ‚આતમાં એન્કર ભાવિકા વ્યાસે હાજર રહેલી મહિલાઓને વિવિધ ગેમ્સ રમાડી હતી અને કેટલાક પ્રશ્ર્નો પણ પુછયા હતા, મહિલાઓ આ કિવઝથી ખુબ જ ખુશ થઇ હતી અને તમામ મહિલાઓએ એવોર્ડને યાદગાર બનાવ્યો હતો. કેશવારાસ રેસ્ટોરન્ટમાં તમામ મહેમાનો અને એવોર્ડ વિજેતા મહિલાઓ માટે યાદગાર ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો અને ઉપસ્થીત તમામ લોકોએ ભાવતા ભોજન લીધા હતા, કાર્યક્રમના અંતમાં આજકાલના જામનગરના નિવાસી તંત્રી તારીક ફારૂક (પપ્પુખાને) મહેમાનો અને એવોર્ડ વિજેતાઓનો આભાર માન્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમ ખુબ યાદગાર રહયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application