સમગ્ર રાજયમાં ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સેવાઓ માટે સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત હોય છે. સંવેદશીલ ગુજરાતની વર્તમાન સરકાર પોતાની ખેતીલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગ્રામપંચાયતનુ સંચાલન સરપચં અને તલાટીને સોંપે છે. રાજયમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ઘણા વિસ્તારમાં બે અને સિંચાઈ વાળા વિસ્તારમાં ત્રણ પાક લઇ ખેત સમૃદ્ધિ તરફ રાયને સરકાર લઇ જઈ રહી છે તો દેશના પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી થાય તે માટે કટીબધ્ધ બની કામગીરી કરી રહ્યા છે પરંતુ સરકાર નુ વહીવટી તત્રં જાણે ઘોર નિંદ્રામાં સૂતુ હોય તેવા દ્રષ્યો ગ્રામપંચાયત ના તલાટીની કામગીરીઓ બાબતે જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લ ા નો વડિયા કુંકાવાવ તાલુકો એટલે લ નોંધણીનુ હબ રાજયના લગભગ દરેક જિલ્લ ા માથી પ્રેમી પંખીડાઓ અહીં લ કરવા આવે છે અહીં આ કામ ફટાફટ પતિ પણ જાય છે કારણ કે તેમાં પેટ ભરીને મલાઈ આપવામાં આવે છે એટલે કામ તુરતં પતે તેમાં કોઈ નવાઈ નથી. ખેતી આધારિત આ તાલુકામાં ગ્રામપંચાયત ના તલાટી મારફત પાણી પત્રક વર્ષમાં ત્રણ વાર ભરવાના હોય છે જેની માહિતી ૧૨નંબરમાં આપવામાં આવે છે.જે વર્ષ ૨૦૨૨૨૩ માં ૪૫ ગામો માંથી ફકત ૧૩ ગામોના અને વર્ષ ૨૦૨૩૨૪માં ફકત ૯ગામોમાં ભરાયા છે એ પણ ફકત ચોમાસુ પાક (ખરીફ પાક) માટે બાકી સમગ્ર તાલુકાની તમામ ખેતીની જમીનોમાં માહિતી નથી તેવો ઉલ્લ ેખ કરાયો છે. આ પત્રક માં મૌસમ, વાવેતર થયેલા પાકનુનામ, વાવેતર વિસ્તાર, સિંચાઈના સાધનનું નામ વગેરે દર્શાવવાનુ હોય છે પરંતુ સંવેદનશીલ સરકારના કુંભકર્ણ નિંદ્રામાં સુતેલા આ વહીવટી તત્રં જિલ્લ ા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ અને માર્ગદર્શન નીચે કામકરતા તલાટી કમ મંત્રીઓને પોતાની ફરજની ખેડૂત લક્ષી કામગીરી કરવા કેમ આલ આવે છે તે તો તેનો અંતર આત્મા જ બતાવી શકે બીજી બાજુ નવાઈની વાત એ છે કે આ બાબતે તાલુકા કે જિલ્લ ાના અધિકારીઓ પણ કામ કરાવવાની તસ્તી લેતા નથી. જો પાણી પત્રક માં વાવેતર વિસ્તાર ના આંકડા સમયસર ભરાતા નથી તો કયાં કેટલું ખરીફ, રવિ અને ઉનાળુ વાવેતર થયું તેની જાણકારી કઈ રીતે સરકાર સુધી પહોંચશે ? પાક નુકશાની કે ઉત્પાદનના આંકડો કઈ રીતે મળશે ? જમીન નો ઉપયોગ કયાં હેતુ માટે થાય છે તે કઈ રીતે ખબર પડશે ? નામદાર કોર્ટ કે અન્ય કોઈ તકરારી કેસમાં ૭૧૨ના ઉતારામાં જમીનના ઉપયોગના આધારે નિણય લેવામાં આવે છે.સરકાર દ્રારા ખેતી માટે આપવામાં આવેલી જમીન માં સતત પાણી પત્રક ના ભરાય અને જમીનના ઉપયોગની માહિતી ના અપાય તો આ જમીન આપવામાં આવેલા હેતુ માટે વપરાય છે કે નહિ કઈ રીતે ખબર પડશે ? આ ઉપરાંત વડિયા કુંકાવાવ તાલુકા ના ઘણા ગામડાઓમાં સૌની યોજના, નદી અને કેનાલ મારફતે સિંચાઈ નુ પાણી છોડવામાં આવે છે તેવા ગામોમાં ત્રણ પાક લેવાય છે ત્યારે વડિયા કુંકાવાવ તાલુકા માં સરકાર ના ચોપડે ફકત એક જ પાકનુ વાવેતર થાય છે. આ તમામ માહિતી પરથી સીધુ જ સાબિત થાય છેકે વડિયા કુંકાવાવ તાલુકા ના તલાટી કમ મંત્રીઓ એ પોતાની ફરજમાં બેદરકારી દાખવી તે સાબિત થાય છે ત્યારે આ પાણી પત્રક ભરવામાં બેદરકારી દાખવનાર તલાટીઓ પર તત્રં ના અધિકારીઓ શું પગલાઓ લે છે તે તો આવનારો સમય જ બતાવશે બાકી મલાઈ દાર લવ મેરેજ ની લનોંધણી માં આ જ તલાટીઓ પોતના વાહન માં કેટલાય કિલોમીટર કાપીને આજ તલાટીઓ સ્થળ પર તુરતં હાજર થાય છે અને કામ ફટાફટ પતાવે છે ત્યાં કોઈ આળસ નડતો નથી કેમકે ત્યાં મલાઈ છે પરંતુ એ જે અનાજ ખાઈ છે તે અન્નદાતા માટેની કામગીરી માટે પણ કામ કરવુ એટલું જ જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech