ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ખેરાજ જેસાભાઈ ગોરડીયા નામના આસામીને વર્ષ 2016ની સાલમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે જરૂરી ફોર્મ મેળવ્યા બાદ આ ફોર્મની પૂર્તતા કરવા તેમજ સભ્ય સચિવ તરીકે સહી કરી આપવા માટે કજૂરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભીખુભા બાલુભા જાડેજા સમક્ષ જતા તેમણે રૂપિયા 2,500ની લાંચની માંગણી કરી હતી. જેને અનુલક્ષીને ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
આથી જે-તે સમયે એ.સી.બી. પી.આઈ. હિમાંશુ દોશીએ અહીં લાંચનું છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ સી. દવેની દલીલોને ગ્રાહ્ય રાખી, સેશન્સ જજ શ્રી એસ.વી. વ્યાસએ ઉપરોક્ત કેસને પુરવાર માનીને આરોપી ભીખુભા બાલુભા જાડેજાને ચાર વર્ષની કેદની સજા તથા રૂપિયા 5,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીમાં રાહતનો કાલે છેલ્લો દિવસ, રવિવારથી ફરી તાપમાન ઊંચકાશે
March 28, 2025 10:55 AMજો વીમા કંપનીથી છુપાવ્યું દારૂનું વ્યસન તો તમને વીમાનો દાવો નહીં મળે
March 28, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech