એક સાથે 38 કૂતરાઓને ફરવા લઇ જઈને મેળવ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

  • October 23, 2024 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં એવા ઘણા લોકો જોવા મળશે જેઓ કંઇક નવું કરતા રહે છે અને પોતાના નામે એક અનોખો ખિતાબ પણ જીતે છે. ઘણીવાર એવા વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ પણ થાય છે. આવી જ એક તસવીર હાલમાં જ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર કેનેડિયન ડોગ લવર મિશેલ રૂડીની છે. જે 38 કૂતરાને એકસાથે લઈને ફરતો જોવા મળે છે. આવું કરીને તેણે એક સાથે સૌથી વધુ શ્વાન ફેરવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ 36 કૂતરાઓને એકસાથે ફેરવવાનો હતો. જે ગયા સપ્ટેમ્બરમાં બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. આ કરીને મિશેલ રુડીએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ પણ જીતી લીધો છે.


ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ અનુસાર આ રેકોર્ડ તોડવા માટે, મિશેલને લગભગ 1 કિમી સુધી બધા કૂતરાઓને ચલાવવા પડ્યા હતા અને આ સમય દરમિયાન તમામ કૂતરાઓને તેમની ગરદનની આસપાસ પટા બાંધવામાં આવ્યા હતા. મિશેલ કહે છે કે આ બધા ખૂબ જ ક્યૂટ છે અને બધાને તેમનું ઘર મળવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application