ઓનલાઈન ખરીદી કરતા હોઈ તો રાખો આ સાવધાની  

  • October 28, 2020 02:04 AM 483 views

કોરોના મહામારી અને સમયની મર્યાદાને કારણે લોકો હાલ ઓનલાઈન ખરીદીને વધુ મહત્વ આપી રહ્યા છે. હાલ તહેવારના સમયમાં ઈ-કોમર્સિયલ કંપનીઓ દ્વારા ફેસ્ટીવલ સેલની શરૂઆત કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો તમે પણ ઓનલાઈન ખરીદી કરી રહ્યા હોઈ તો થોડી સાવધાની રાખવી. જેથી ખરીદી કરતા સમયે નકલી સમાન કે હલકી ગુણવત્તાનો સમાનથી બચી શકો. 

હાલ તહેવારના સમયમાં ઓનલાઈન ખરીદીમાં મળતા અનેક ડિસ્કાઉન્ટને જોઇને લોકોના મન લલચાઇ જાય છે. પરંતુ, એક ગ્રાહક તરીકે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. તેમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક, બ્રાન્ડેડ ફૂટવેર કે ખાની-પીણીના સામાની ખરીદી કરતા હોઈ તો સાવધાની રાખવી ખુબ જરૂરી બની જાય છે. ઓથેટીકેશન સોલ્યુશન પ્રોવાઇડર એસોસીએશન અનુસાર, આ કેટેગરીની વસ્તુઓ પર સમાન એટલો ચાલાકીથી વેચવામાં આવે કે કોઈ પણ ફસાઈ જાય. 
 

ઓથેંટીકેશન સોલ્યુશન પ્રોવાઇડર એસોસિએશનના પ્રેસીડેન્ટનકુલ પસરિચાના જણાવ્યા અનુસાર, કોઈ પણ ઓફરના મેઈલની મદદથી અસલી અને નકલી વેબસાઈટ ઓળખો. ઘણી વખત ઓફર્સને લગતા મેઈલ તમને ફર્જી વેબસાઈટને પ્લેટફોર્મ પર લઇ જઈ સકે છે. જેનાથી સાવધાન રહેવું. 

પાર્સલ ખોલતા સમયે ફોનમાં રેકોર્ડિંગ કરવું 
સૌથી મહત્વની વાત છે કે ઓનલાઈન ખરીદીમાં જયારે પાર્સલ આવી જાય ત્યારે પાર્સલ ખોલતા સમયે મોબાઇલ પર રેકોર્ડીંગ કરવું. જેથી નકલી સમાન આવવા પર તે રીટર્ન કરવામાં સરળતા રહે. પસરીચાના કહેવા પ્રમાણે, ગ્રાહક માટે કંપની દ્વારા ખાસ ઇલેક્ટ્રોનિકઅને એફએમસીજી પર ખાસ ક્યુઆર કોડ અને હોલમાર્ક સ્ટીકર પણ લગાવવામાં આવે છે. જેથી અસલી અને નકલીની ઓળખ કઈ શકાઈ. 

બ્રાંડનો સ્પેલિંગ અને પેકેજીંગ ચેક કરવું 
જો તમે મીઠાઈ, નમકીન કે ચોકલેટ ઓનલાઈન ખરીદતા હોઈ તો જે બ્રાંડની પ્રોડક્ટ તમે ખરીદો છો તેનો સ્પેલિંગ અને પેકેજીંગને સરખી રીતે ચેક કરવું. તેમજ તમે ફૂડ રેગ્યુલેટર FSSAIની સ્માર્ટ કન્ઝ્યુમર એપનો પણ ઉપયોગ કરી શકો છો. 

એક અનુમાન અનુસાર, ૨૦૧૮-૧૯માં નકલી સમાન વેચવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જાણકાર અનુસાર, આ વર્ષે કોરોનાને કારણે ઓનલાઈન ખરીદીનો ટ્રેંડ વધ્યો છે. એટલે વકલી સમાન હોવાની સંભાવના વધુ હોઈ છે. ત્યારે ઓનલાઈન મળતા સસ્તા સામાનના ચક્કરમાં તમે ઠગાવ નહિ તે માટે બતાવવામાં આવેલી ટીપ્સને ધ્યાનમાં રાખી ખરીદી કરવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application