મહિલાઓના નામે પ્રોપર્ટી લો અને મેળવો આટલા લાભ

  • November 29, 2020 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાઓને તમામ ક્ષેત્રે સમાન હક્ક આપવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં વિશેષ લાભ આપવામાં આવે છે. ત્યારે ઇન્કમટેક્સ દ્વારા પણ મહિલાઓને વિવિધ પ્રકારના ટેક્સમાં  ખૂબ  મોટા બેનીફીટ આપવામાં આવે છે. આ આકર્ષક લાભની મદદથી મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ ટેક્સ ભરવામાંથી રાહત મેળવી શકે છે. જોકે આ માટે મહિલાઓએ થોડું આયોજન કરવાની જરૂરિયાત છે.

 

મહિલાઓને હોમ લોન પુરુષોની સરખામણીએ ઓછા વ્યાજદરે મળતી હોય છે. જેમ કે ભારતીય સ્ટેટ બેન્ક મહિલાઓને હોમ લોન ઉપર પાંચ બેઝિસ પોઇન્ટની છૂટ આપે છે. જોકે તેના માટે જરૂરી છે કે જે મકાન પર લોન લેવામાં આવી રહી હોય તે મકાન મહિલાના નામે હોય. કેટલાક રાજ્યોમાં મહિલાઓ પોતાના નામે પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવે તો સ્ટેમ્પડ્યુટીમાં પણ ઘણી બધી છૂટછાટ આપવામાં આવે છે. જ્યારે કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ વિવિધ ટેક્સમાં મહિલાઓને રાહત આપવામાં આવે છે.  જોકે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ અનુસાર હોય છે અને દરેક કોર્પોરેશન્સ આ માટે જુદા જુદા નિયમ નિશ્ચિત કરતી હોય છે.  

 

નાણાકીય વર્ષ 2011-12 સુધી મહિલાઓને પુરુષોથી વધારે ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી પરંતુ વર્ષ 2012-13 બાદ તેમની આવક પાંચ લાખથી ઓછી હોય તો તેમને અઢી લાખ રૂપિયા ઉપર ટેક્સ રિબેટ આપવામાં આવે છે.  આ નિયમ મહિલાઓ અને પુરુષો બંને માટે લાગુ પડે છે. મહિલાઓ સાથે થતા અન્યાય અને અત્યાચાર રોકવા માટે સ્ત્રીઓને આર્થિક પગભર બનાવવા માટે અને આત્મનિર્ભર કરવા માટે સરકાર અને બેંકો દ્વારા વિવિધ રાહતો આપવા આવેલી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS