કમિશનર સહિતના મોટા માથાઓ સામે પગલાં લો: શકિતસિંહ ગોહિલ

  • May 27, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે બનેલી દુર્ઘટના સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કમિશનર સહિતના મોટા માથાઓ સામે પગલાં લેવા જોઈએ અને તેમને કસુરવાન ઠેરવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તમામને પોલીસ એફઆઈઆર માં આરોપી બનાવીને કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઈએ. માત્ર સસ્પેન્ડ કરવાથી કશું નહીં વળે, ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓમાં ઘણા બધા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને છ –આઠ મહિના પછી તે તમામને ફરી કામ પર લઈ લેવાયા છે. આ તો લોકરોષ ઠારવા માટેનું પગલું હોય તેવું લાગે છે.

આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા સાથે વાતચીત કરતા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકારની કામગીરીમાં નાના નાના અધિકારીઓને ઝપટમાં લેવાયા છે પરંતુ મોટા અધિકારીને હજુ સુધી ઉની આચં પણ આવી નથી. જે જગ્યા એ પૂર્વ કલેકટર, ટોચના પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર જેવા જતા હોય તેવા ધંધાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું તો ઠીક, ત્યાં જવાનું પણ નાના અધિકારીઓ ટાળતા હોય છે. યારે આવી ઘટના બને છે ત્યારે દોષનો ટોપલો નાના અધિકારીઓ પર ઢોળી દેવામાં આવતો હોય છે.

ભૂતકાળમાં સુરત વડોદરા, અમદાવાદ મોરબી પાલનપુર સહિત અનેક જગ્યા એ તંત્રની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના બની છે અને આમ છતાં આમાંથી એક પણ કિસ્સામાં દાખલો બેસે તેવી સજા કોઈને થઈ નથી. કમસેકમ રાજકોટમાં આવું ન બને અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરી છે.
ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને રાહત આપવાની બાબતે બોલતા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકારી ધારા ધોરણ મુજબ ૪,૦૦,૦૦૦ ની સહાય ઘણી ઓછી છે. જો આ સરકાર મોટા ઉધોગપતિઓના ૧૬ લાખ કરોડના લેણા માફ કરી શકતી હોય તો સમાજના મધ્યમ વર્ગના લોકોને વધુ રાહત આપવી જોઈએ. જે દિવસે આ ઘટના બની તે દિવસે આ ગેમ ઝોનમાં ટિકિટ નો ભાવ . ૪૦૦ ના બદલે માત્ર ૯૯ પિયા હતો અને તેથી સમાજના મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા.


આવા મધ્યમ વર્ગના લોકોને સરકારી ધારાધોરણથી વધુ સહાય આપવી જોઈએ.પથ્થર દિલ પણ પીગળી ઊઠે તે પ્રકારની આ ઘટનામાં બાળકોના ટુકડે ટુકડા અને માનવ અવશેષ પ્રા થાય તેવી ઘટના બની છે. માણસોના જીવની કોઈ કિંમત ન હોય તેવું વર્તન આ સરકારનું લાગે છે. બંધારણ મુજબ પ્રજાના માલ અને મિલકતની સુરક્ષાની જવાબદારી સરકારની છે. અનેક ઘટનાઓ બની હોવા છતાં સરકાર તેમાંથી બોધપાઠ લઈને આકરા પગલાં લેતી નથી.કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે તત્કાલીન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી કિશોરભાઈ રાઠોડ સહિત ભાજપની આખી ટીમ અહીં જાય છે. મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિકારીએ અહીંની મુલાકાત લઈને જે ટ્રેક પર ફોટો પડાવ્યો હતો તેની બાજુનું બિલ્ડીંગ સળગયુ છે. નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સરકાર મોટા અધિકારીઓને છાવરે છે.ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો. કોઈની મંજૂરી લીધા વગર આ પ્રવૃત્તિ ચાલતી હતી અને યારે મોતનું તાંડવ ખેલાયું ત્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને મોટા અધિકારીઓને હજુ છાવરવામાં આવતા હોય એવું લાગે છે.શકિતસિંહ ગોહિલની 'આજકાલ'ની મુલાકાત વખતે તેમની સાથે કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાયગુ, ધોરાજીના વર્તમાન ધારાસભ્ય લલિતભાઈ વસોયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી સહિતનાઓ પણ સાથે રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application